Only Gujarat

National

લાલચમાં આવીને કર્યાં લગ્ન પણ પછી જે થયું તે જોઈને તમને પણ લાગશે નવાઈ

વારાણસીઃ ઉત્તરપ્રદેશમાં અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. એક યુવતીને પોતાના નોકર સાથે પ્રેમ થઇ ગયો. પ્રેમિકાને હવેલીમાં રાખવાનું સ્વપ્ન બતાવીને પ્રેમી ભગાડીને લઇ આવ્યો અને મંદિરમાં જઇને લગ્ન કરી લીધા. પરંતુ ઘરના બદલે ઝૂંપડી અને પ્રેમી બીજી જ્ઞાતિનો હોવાની જાણકારી મળતા પ્રેમિકાના સપના તૂટી ગયા અને પોતાના પ્રેમીને છોડીને માતા પિતા પાસે જતી રહી.

વારાણસીના ચોલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો યુવક ફતેહપુરમાં એક વ્યક્તિને ત્યાં સિલાઇનું કામ કરતો હતો. તેનૌ સંબંધ માલિકની પુત્રી સાથે બંધાઇ ગયો. યુવક પોતાની પ્રેમિકાને લઇને બનારસ આવ્યો. અહી તે જૌનપુર જઇને એક મંદિરમાં પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા. જ્યારે પ્રેમિકાને પોતાના ઘરે લઇ ગયો તો પ્રેમિકા ઘરના બદલે ઝૂંપડી જોઇને ચોંકી ઉઠી હતી. એટલું જ નહી પ્રેમી અન્ય જ્ઞાતિનો હોવાની જાણ થતાં પ્રેમિકાના સપના તૂટી ગયા હતા અને તે પોતાના ઘરે પાછી ફરી હતી.

પ્રેમિકાએ ચોરીછૂપી પોતાની માતા સાથે ફોન પર વાત કરી. પરેશાન માતાપિતા અજગરા પોલીસ સ્ટેશન પહોંચી દીકરી અંગેની જાણકારી આપી. બાદમાં પોલીસે પ્રેમી અને પ્રેમિકાને પોલીસ સ્ટેશન લઇ આવી. પોતાના માતાપિતાને જોઇને પ્રેમિકા રડવા લાગી. પોલીસને જણાવ્યું કે, તેના પ્રેમીએ પોતાની જાતિ બતાવી હતી અને ફોનમાં મકાનનો ફોટો પણ બતાવ્યો હતો જે કોઇ હવેલીનો હતો. જેના કારણે તેને છેતરીને તેનો પ્રેમી ભગાડી ગયો હતો. ત્યાં જઇને જોયું કે, તે એક ઝૂંપડીમાં રહે છે. તે કોઇ અન્ય જ્ઞાતિનો છે. બાદમાં તેનામાં લગ્નની ઇચ્છા રહી નહી. બાદમાં તેણે માતાપિતાને તમામ હકીકત જણાવી હતી.

પ્રેમીએ કહ્યું કે, અમે પુખ્ત વયના છીએ અને મંદિરમાં લગ્ન કર્યા છે. જેના પર પ્રેમિકાએ કહ્યું કે, આ બધુ બકવાસ છે, મેં લગ્ન કર્યા નથી. આટલું કહીને તે સિંદૂર ધોઇને હાથની બંગડીઓ તોડી નાખી અને સાડી કાઢીને સૂટમાં પોલીસ સમક્ષ હાજર થઇ ગઇ હતી. પંચાયત બાદ છોકરી પોતાના માતા પિતા સાથે ફતેહપુર જતી રહી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page