Only Gujarat

National

10 કિમી સાઈકલ ચલાવી જવું પડતું સ્કૂલે, આમ ખેડૂતનો દીકરો બન્યો અધિકારી

લખનઉઃ કોઇએ સત્ય જ કહ્યું છે કે જો જિંદગીમાં કાંઇ મેળવવા માટે પુરી ઇમાનદારીથી પ્રયાસ કરવામાં આવે તો તે મળીને જ રહે છે. સફળતા માટે જરૂરી છે લગન. વ્યક્તિ પોતાની મહેનત અને લગનથી મોટી મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે. આજકાલ જોવામાં આવે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ એક કે બે વખત નિષ્ફળ રહેવા પર નર્વસ થઇ જાય છે. તેમને લાગવા લાગે છે કે જો સફળ નહી થયા તો જિંદગીમાં શું કરીશું. આજે અહી અમે ખૂબ મહેનત કરીને પ્રથમ પ્રયાસમાં જ UPPCSની પરીક્ષા પાસ કરનારા વિનીત યાદવ અંગે જણાવી રહ્યા છીએ.

વિનીત કુમાર યાદવ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો રહેવાસી છે તે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા બીડી યાદવ એક ખેડૂત છે. જ્યારે માતા વિમલા દેવી ગૃહિણી છે. તેના મોટાભાઇ વિવેક યાદવ મિકેનિકલ એન્જિનિયર છે.

વિનીત યાદવના પિતા એક ખેડૂત હતા. તેમની આવક વધુ નહોતી. બે બાળકોનો અભ્યાસ અને ઘરનો ખર્ચ પણ હતો. એવામાં વિનીત દરરોજ સાઇકલથી 10 કિલોમીટર દૂર સ્કૂલ જતા હતા.

પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ વિનીતે આઇટીએમ ગોરખપુરમાં એડમિશનર લીધું ત્યાં તેણે બીટેકની ડિગ્રી હાંસલ કરી.

વર્ષ 2011માં વિનીતને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં પીઓના પદ પર સરકારી નોકરી મળી ગઇ. અહીં તેણે પાંચ વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન તેણે UPCS પરીક્ષાની તૈયારી પણ કરી. નોકરી કરવાની સાથે તે દરરોજ ત્રણથી ચાર કલાક વાંચતો હતો.

વિનીતની ઇચ્છા યુપીએસસી પાસ કરવાની હતી. વર્ષ 2016માં બેન્કની નોકરી છોડી યુપીએસસીની તૈયારી શરૂ કરી. 2017માં યુપીએસસીની પરીક્ષા આપી અને પ્રી અને મેન્સ પાસ કરી લીધી પરંતુ ઇન્ટરવ્યૂમાં ફેઇલ થઇ ગયો.વર્ષ 2017માં તેણે યુપીપીસીએસ પરીક્ષા આપી. આ પરીક્ષા પાસ કરવામાં તે સફળ રહ્યો. વિનીત યાદવે યુપીપીસીએસની પરીક્ષા પાસ કર્યા બાદ તેને જોઇન કરી લીધું. પરંતુ તેમ છતાં તે યુપીએસસીને પાસ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page