આ દુલ્હા-દુલ્હનને દર મહિને ફ્રીમાં ખાવા મળે છે PIZZA, જાણો કેવી રીતે?

અસમનું એક દંપત્તિ અત્યારે સોશિયલ મીડિતામાં ચર્ચાનો વિષય બન્યું છે, જેમનાં લગ્ન થોડાં મહિના પહેલાં થયાં છે. એક અજીબોગરીબ કૉન્ટ્રાક્ટ પર સાઈન કરવાના કારણે તેઓ લગ્ન સમયે ચર્ચામાં આવ્યાં હતાં અને અત્યારે પણ વાયરલ બન્યાં છે. જી હા, ગત 21 જૂનના રોજ અસમમાં શાંતિ પ્રસાદ અને મિંટૂ રાયનાં લગ્ન થયાં હતાં. લગ્નના સાત ફેરા લીધા બાદ દંપત્તિએ કાગળના એક ટુકડા પર સહી કરી હતી, જેમાં શું કરવું અને શું ન કરવું તેની એક રસપ્રદ સૂચી હતી. આ સૂચિમાં રોજ જિમમાં જવું, દર 15 દિવસે શૉપિંગ કરવી અને દર મહિને પિઝા ખાવાની વાતનો સમાવેશ હતો.

એક વર્ષ સુધી દર મહિને મફતમાં મળશે પિઝા
પિઝા હટે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “પોતાના પતિ સાથે લાંબા અને સુખી જીવન માટે દર મહિને પિઝા ફ્રી! વીડિયોમાં કપલને પાસેના પિઝા હટ આઉટલેટમાં લઈ જતા બતાવવામાં આવ્યું છે. જ્યામ તેમણે ઘણા પ્રકારના પિઝાનો આનંદ લીધો. ભોજન આવવાની રાહ જોતી વખતે બંનેએ સેલ્ફી પણ લીધી.

પિઝા હટ ઈન્ડિયાએ ગુરૂવારે આ પોસ્ટ શેર કરી છે અને ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 30 હજાર લોકોએ આ વીડિયો હોયો છે અને તેને 1300 કરતાં વધારે લાઈક્સ મળી છે. વીડિયો જોયા બાદ ઘણા યૂઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યૂઝરે લખ્યું, “શું આ ફ્રી પિઝા માટે એક નિંઝા ટેક્નિક છે?”

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →