Only Gujarat

Bollywood

ગુજરાતી એક્ટ્રેસે કહ્યું, મારું શરીર ને મારી મરજી….

મુંબઇઃ રશ્મી દેસાઇ ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છે. જીટીવી પર ધારાવાહિક સીરિયલ ઉતરન મારફતે નાના પડદા પર લોકપ્રિયતા હાંસલ કરનારી રશ્મિ દેસાઇએ તપસ્યા બનીને પોતાની અભિનય ક્ષમતા બતાવી હતી. તેની ભૂમિકાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ સીરિયલ બાદ રશ્મિએ તમામ શોના  ઓફર આવવાના શરૂ થયા હતા પરંતુ તેની લાઇફમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. ક્યારેક નંદિશ સાથે તેના ડિવોર્સ તો ક્યારેક અરહાન અંગેના રાજના ખુલાસાઓ  થયા. પોતાની તમામ મુશ્કેલીઓનો રશ્મિએ સામનો કર્યો.

આ દરમિયાન કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી તો કેટલાક ફેન્સ તેના સમર્થનમાં આવ્યા હતા. તાજેતરમાં જ રશ્મિએ પોતાના હેટર્સને સોશિયલ મીડિયા મારફતે વળતો જવાબ આપ્યો છે.

રશ્મિએ તસવીર શેર કરી જેમાં તે સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. જેમાં કેપ્શન લખ્યું કે, મને મારી સાઇઝ, મેકઅપ, કપડા, વાળ, લો ક્લીવેજને લઇને અનેકવાર ટ્રોલ કરવામાં આવે છે. હું એ લોકોમાંની એક છું જેનું વજન વધતું-ઘટતું રહે છે, લોકોને તેમાં પણ સમસ્યા છે. ઘણીવાર એવું થાય છે કે લોકો મારા કપડા અને ડાન્સને પસંદ કરતા નથી.

રશ્મિએ કહ્યું કે, હું ટ્રોલ કરનારા એ લોકોને કહેવા માંગું છું કે આ મારું શરીર છે, તો મારી મરજીમાં હું જે આવશે એ કરીશ. તેના પર મારો હક છે. ‘દિલથી દિલ તક’ એક્ટ્રેસે પોતાની પ્રતિક્રિયા મહિલા દિવસે શેર કરી હતી.

બિગ બોસ 13ની સ્પર્ધકે લખ્યું કે, મારા મતમાં મહિલા દિવસ રોજ મનાવવો જોઇએ. આપણે તમામ તાકાતવર છીએ અને રોજ અનેક કામ કરીએ છીએ. અમે વાસ્તવિક લાઇફમાં એક પત્ની, માતા, બહેન, દીકરી અને અનેક અલગ ભૂમિકાઓ નિભાવીએ છીએ.મને લાગે છે કે એ તમામ ભૂમિકાઓ પુરી જવાબદારી સાથે નિભાવીએ છીએ.

 

રશ્મિએ મહિલા અને પુરુષની આવકને લઇને પણ લખ્યું. તેમણે કહ્યુ કે જો કોઇ પુરુષ એક્ટરને મારા કરતા વધારે રૂપિયા મળી રહ્યા છે તો એ તેની મહેનતના કારણે છે અને મને નથી લાગતું કે મારે તેના પર સવાલ ઉઠાવવા જોઇએ. મને એ મળી રહ્યું છે જેની હું હકદાર છું અને મને લાગે છે કે તમારા વિચારો એ બાબતે સ્પષ્ટ હોવા જોઇએ.

રશ્મિના આ વિચારો તેના પ્રશંસક વખાણ કરી રહ્યા છે. લોકો તેનું સન્માન કરી રહ્યા છે અને ગ્લેમરસ અવતારની પણ પ્રશંસા કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page