Only Gujarat

Bollywood

આ છે ચંકી પાંડેની નાની દીકરી, ભાગ્યે જ જોઈ હશે એ નક્કી!

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે વારંવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે. મંગળવારે ચંકી પાંડેની નાની દીકરી રાયસા પાંડેના જન્મદિવસ પર અનન્યાએ કેટલીક થ્રોબૈક તસવીરો શેર કરી હતી. આ સાથે જ અનન્યાએ પોતાની બહેન માટે પ્રેમભર્યો મેસેજ લખ્યો હતો.

અનન્યાએ પોતાની બહેન રાયસાના જન્મદિવસ પર તેની સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોને જોઇને લાગી રહ્યું છે કે આ રાયસાના જન્મના થોડા દિવસો બાદની છે. જેમાં અનન્યા તેની પાસે સૂઇ રહેલી જોવા મળી રહી છે.

એક તસવીરમાં અનન્યા પોતાની બહેનને કાંઇક જમાડી રહી છે. તો બીજી તસવીરમાં અનન્યા સ્વિમિંગ પુલમાંથી બહાર આવી પોતાની બહેન સાથે રમવા આવી છે.

અનન્યા પોતાની નાની બહેન રાયસાને પ્રેમ કરે છે. આ સાથે અનન્યાએ રાયસાને વિશ કરતા લખ્યું કે, જન્મદિવસ મુબારક. આખી દુનિયામાં સૌથી વધુ તને પ્રેમ કરું છું.

ચંકી પાંડેની દીકરી રાયસા એક તાઇક્વાંડો પ્લેયર છે. તે અનેકવાર પોતાની સ્કૂલમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તેણે સ્પોર્ટ્સમાં પોતાની સ્કૂલનું પ્રતિનિધિત્વ કર્યું છે. અનન્યા અને રાયસાની ઉંમર લગભગ પાંચ વર્ષનું અંતર છે.

ચંકી પાંડેની દીકરી રાયસા એક તાઇક્વાંડો પ્લેયર છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page