Only Gujarat

Bollywood

પ્રિયંકા ચોપરાએ શોર્ટ ડ્રેસમાં પતિ નિક સાથે આ રીતે રમી હોળી, બીજા કયા સેલેબ્સ રંગાયા રંગમાં

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ મંગળવારે પતિ નિક જોનાસ સાથે હોળી મનાવી હતી. લગ્ન બાદ બંન્નેની ભારતમાં પ્રથમ હોળી છે.હોળી સેલિબ્રેટ કરવા જ પ્રિયંકા નિક સાથે ભારત આવી છે. બંન્ને તાજેતરમાં જ ઇશા અંબાણીના સાસરિયામાં હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. બાદમાં કપલે પૂણએમાં હોળી એન્જોય કરી હતી. હોળી સેલિબ્રેશનની તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યુ કે, છેલ્લા કેટલાક દિવસોથી અમે રંગો વચ્ચે છીએ. નિકની પ્રથમ હોળી ખૂબ ખાસ બની ગઇ. આશા છે કે તમામ લોકો ખુશી અને સેફ્ટી સાથે હોળી રમશે. નોંધનીય છે કે હોળીમાં પ્રિયંકા બ્લેક રંગની ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. જ્યારે તેના પતિ નિક સફેટ શર્ટ અને લાઇટ બ્લૂ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે.

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે આ અંદાજમાં હોળી રમી હતી. બીજી તસવીરમાં કરીના કપૂરની નણંદ સોહા અલી ખાન પણ પતિ અને દીકરી સાથે હોળીનો તહેવાર મનાવ્યો હતો.

પતિ ભૂષણ કુમાર સાથે હોળી રમતી તેની પત્ની

હોળી પર પરિણીતી ચોપરા આ અંદાજમાં જોવા મળી હતી. વરુણ ધવને પણ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે હોળી રમી હતી

કરીના કપૂરની નણંદ સોહા અલી ખાને દીકરી ઇનાયા નાઓમી અને પતિ કૃણાલ ખેમુ સાથે હોળી ઉજવી હતી.

કરિશ્મા કપૂરે પણ બાળકો સાથે હોળી એન્જોય કરી હતી.

પતિ ભૂષણ કુમાર સાથે હોળી સેલિબ્રેટ કરતી દિવ્યા ખોસલા

ઇશિતા દત્તાએ પતિ વત્સલ શેઠ સાથે હોળી મનાવી હતી.

જૈકલીન ફર્નાન્ડ઼િઝે આ રીતે મનાવી હોળી

પત્ની અંકિતા કોંવર સાથે હોળી રમતો મિલિન્દ સોમણ

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page