Only Gujarat

Bollywood

‘બાહુબલી’ના પરિવારમાં જાણો કોણ કોણ છે, કેટલા ભાઈ-બહેન છે?

મુંબઈઃ ‘બાહુબલી’થી ઘરે-ઘરે ફૅમશ થનારો પોપ્યુલર એક્ટર પ્રભાસ 41 વર્ષનો થઈ ગયો છે. 23 ઓક્ટોબરે, 1979માં ચેન્નઈમાં જન્મેલા પ્રભાસે વર્ષ 2002માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આમ તો, પ્રભાસ વિશે તો લોકો ઘણું જાણે છે, પણ તેમના પરિવાર વિશે લોકો ઓછું જાણે છે. જેમ કે પ્રભાસના પેરેન્ટ્સ અને ભાઈ બહેન કોણ છે અને શું કરે છે. અમે તમને પ્રભાસના જન્મ દિવસે જણાવીએ તેના પરિવાર વિશે.

પ્રભાસના પિતા પ્રોડ્યુસર સૂર્યનારાયણ રાજૂ અને તેમની માનું નામ શિવ કુમારી છે. સૂર્યનારાયણ રાજૂ તેલુગુ ફિલ્મમાં જાણીતા પ્રોડ્યુસર છે. તેમણે ‘કૃષ્ણાવેની’, ‘અમર દીપમ’, ‘મથુરા’, ‘સ્વપન્મ’, ‘ત્રિશૂલમ’, ‘ધર્મ અધિકારી’ અને ‘બિલ્લા’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તો પ્રભાસની મા શિવ કુમારી હાઉસ વાઇફ છે.

પ્રભાસનું આખુ નામ પ્રભાસ રાજૂ ઉપ્પલાપતિ છે. જોકે, તેમને મોટેભાગે લોકો પ્રભાસના નામે ઓળખે છે. પ્રભાસની એક મોટી બહેન છે અને મોટો ભાઈ છે. બહેનનું નામ પ્રગતિ છે. પ્રભાસ ત્રણેય ભાઈ-બહેનમાંથી સૌથી નાનો છે.

પ્રભાસના મોટા ભાઈનું નામ પ્રબોધ છે અને તે સોફ્ટવેર એન્જિનિઅર છે. તે અત્યારે ગોવામાં કામ કરે છે. પ્રભાસે એકવાર તેમના મોટા ભાઈને ફિલ્મમાં કામ કરવા માટે પૂછ્યું હતું, પણ તેમને ના પાડી દીધી હતી. 4 વર્ષ પહેલાં એક ચેક બાઉન્સ કેસમાં પ્રબોધને સજા થઈ હતી.

ફૅમશ એક્ટર અને પ્રોડ્યુસર કૃષ્ણમ રાજૂ ઉપ્પલાપતિ પ્રભાસના કાકા છે. તેમણે ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી અને કેટલીક ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. કૃષ્ણમ રાજૂને સાઉથના રિબેલ સ્ટારના નામથી પણ ઓળખવામાં આવે છે.

ફૅમશ એક્ટર અને પ્રોડ્યુસર કૃષ્ણમ રાજૂ ઉપ્પલાપતિ પ્રભાસના કાકા છે. તેમણે ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી અને કેટલીક ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. કૃષ્ણમ રાજૂને સાઉથના રિબેલ સ્ટારના નામથી પણ ઓળખવામાં આવે છે.

પ્રભાસનું શરૂઆતનું શિક્ષણ ભીમાવરમની ડીએનઆર સ્કૂલમાં થયું હતું. આ પછી તેમણે હૈદરાબાદના શ્રીચૈતન્ય કોલેજથી બી ટેકની ડિગ્રી લીધી છે.

પ્રભાસે વર્ષ 2002માં ફિલ્મ ‘ઇશ્વર’થી ડેબ્યુ કર્યું હતું. આ પછી તે ‘રાઘવેન્દ્ર’(2003), ‘વર્ષમ’(2004), ‘ચક્રમ’ (2005), ‘યોગી’ (2007), ‘એક નિરંજન’ (2009), ‘રેબેલ’ (2012), ‘બાહુબલીઃ ધી બિગનિંગ’ (2015) અને ‘બાહુબલીઃ ધી કન્ક્લૂઝન’ અને ‘સાહો’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે.

You cannot copy content of this page