Only Gujarat

Bollywood FEATURED

આ બોલિવૂડ સ્ટાર્સના પેરેન્ટ્સ જીવે છે એકદમ સાદગીથી, ચમકદમકની નથી થઈ કોઈ અસર

બોલીવુડ સ્ટાર્સ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. એવામાં જો કોઈ કહે કે ફલાણા સુપરસ્ટાર જે આટલી લક્ઝરીમાં જીવે છે, તેના માતા-પિતાએ એકદમ સરળ લાઈફ-સ્ટાઈલ મેઈનટેઈન કરી છે, તો તમને જલ્દી જ વિશ્વાસ પણ નહીં થાય, પરંતુ એવું છે. જી હાં, બોલીવુડમાં અનેક સ્ટાર્સ એવા છે જેના માતા-પિતા આજે પણ એકદમ સાદુ જીવન વિતાવી રહ્યા છે. આવો જાણી આવા સ્ટાર્સ વિશે..

મનોજ બાજપેયી- એક્ટર મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજપેયી આજે પણ પોતાના ગામમાં રહેવાનું પસંદ કરે છે. તેમને શહેરની ચમકદમકથી દૂર ગામમાં સરળ જીવન જીવવાનું પસંદ કરે છે.

કાર્તિક આર્યન- એક્ટર કાર્તિક આર્યન ગ્વાલિયરના છે. કાર્તિકના માતા-પિતા મનીષ તિવારી અને માલા તિવારી બંને વ્યવસાયે ડૉક્ટર છે અને સરળ લાઈફ જીવે છે.

અનુષ્કા શર્મા- બોલીવુડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ અનુષ્કાના પિતા અજય કુમાર શર્મા, સેનાના રિટાયર્ડ અધિકારી છે અને એકદમ સરળ જીવન પસાર કરી રહ્યા છે.

આયુષ્માન ખુરાના- એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાના એક જ્યોતિષ છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર આયુષ્માનના પિતા આજે પણ એ જગ્યાએ જ રહેવાનું પસંદ કરે છે જ્યાં એક્ટરનો જન્મ થયો હતો.

બિપાશા બાસુ- એક્ટ્રેસ બિપાશા બાસુના પિતા હીરક બાસુ સિવિલ એન્જીનિયરના પદથી રિટાયર થયા છે અને એકદમ સરળ જીવન જીવે છે.

આર. માધવન- એક્ટર આર માધવન બોલીવુડ અને સાઉથ સિનેમા બંનેમાં જાણીતું નામ છે. માધવનના પિતા રંગનાથન શેષાદ્રી ટાટા સ્ટીલમાંથી રિટાયર થયા છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, માધવનના પિતા એકમદ સરળ લાઈફ મેઈન્ટેઈન કરે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા- એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રા મર્ચંટ નેવીમાંથી રિટાયર થયેલા છે અને એકદમ સરળ જીવન પસાર કરી રહ્યા છે.

You cannot copy content of this page