Only Gujarat

Gujarat TOP STORIES

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં તેની તસવીર આવી સામે!

અમદાવાદ: હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અનેક હસ્તીઓ કોરોના સામે જંગ હારી ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું હતું. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ દુ:ખદ સમાચાર આપ્યાં હતાં. નોંધનીય છે કે, ઓક્ટોબર મહિનામાં અહેમદ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારથી તેઓ કોરોના વાયરસ જંગ લજી રહ્યાં હતાં જોકે આજે સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

મોડી રાતે અહેમદ પટેલનો મૃતદેહ દિલ્હીથી વડોદરા લાવવામાં આવ્યો હતો ત્યાર બાદ ભરૂચ લઈ જવામાં આવ્યો હતો. આજે પોતાના વતન પિરામણ ખાતે અહેમદ પટેલની દફનવિધિ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જ્યારે હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તે સમયની એક તસવીર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે, મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં અહેમદ પટેલને કોરોનાનો ચેપ લાગ્યો હતો ત્યાર બાદ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થયા હતાં ત્યારથી લઈ અત્યાર સુધી સતત સારવાર હેઠળ હતા જોકે બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. નોંધનીય છે કે, તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અહેમદ પટેલ મૂળ ભરૂચના રહેવાસી હતા. અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ અને પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહી ચૂક્યા હતા.

અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ 1949માં ગુજરાતના ભરૂચ જિલ્લાના પીરામણ ગામમાં થયો હતો. તેઓ ત્રણ વાર લોકસભા સાંસદ અને 4 વાર રાજ્યસભા સાંસદ બન્યા હતા. તેમણે પહેલી ચૂંટણી 1977માં ભરૂચ લોકસભા સીટ પરથી લડી હતી અને જીત મેળવી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 28 વર્ષ જ હતી. ત્યાર બાદ 1980 અને 1984માં અહેમદ પટેલ બે વાર ચૂંટણી લડ્યા હતાં અને જીત મેળવી હતી.

અહેમદ પટેલ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 1985 સુધી એ સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહ્યાં હતાં. તેઓ 2001થી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. જાન્યુઆરી 1986માં તેઓ ગુજરાતના કોંગ્રેસ-અધ્યક્ષ બન્યા હતા. 1977થી 1982 સુધી યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા હતા. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરીની પણ જવાબદારી સંભાળી ચૂક્યાં હતાં.

રાજીવ ગાંધીના પ્રધાનમંત્રી બન્યાં ત્યાર બાદ અહેમદ પટેલ મજબૂત નેતા બની ચૂક્યા હતા. તેમના પર રાજીવ ગાંધીને સૌથી વધુ ભરોસો મુક્યો હતો. અહેમદ પટેલને કિંગમેકર પણ કહેવામાં આવતા હતા.

1976માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા. 1977માં 26 વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા. 1977થી 1982 સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. 1983થી 1984 સુધી AICC જોઇન્ટ સેક્રેટરી રહ્યા. 1985થી 1986 સુધી AICCમાં જનરલ સેક્રેટરી રહ્યા.

1985માં પૂર્વ PM રાજીવ ગાંધીના સંસદિય સચિવ બન્યા. 1986માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 1991માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન. 1996માં AICCના કોષાધ્યક્ષ બન્યા.
2000માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા.

2006માં વક્ફ સંયુક્ત સંસદીય સમિતીના સભ્ય રહ્યાં. ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા. ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાનાર બીજા મુસ્લિમ નેતા હતા.

You cannot copy content of this page