Only Gujarat

International TOP STORIES

ઓનલાઈન મીટિંગમાં મંત્રીઓની સામે જ મહિલા નેતા અચાનક ઉતારવા લાગ્યા કપડાં ને પછી…..

કોરોના વાયરસના કારણે દુનિયા એવા સમયનો સામનો કરી રહી છે, જેનો તેણે સ્વપ્નેય કલ્પના નહીં કરી હોય. કોરોના વાયરસના કારણે દુનિયાના ઘણા દેશોમાં લૉકડાઉન કરવું પડ્યું. ફેક્ટરીઓ, દુકાનો, ઑફિસો, સ્કૂલ-કૉલેજ બધું જ બંધ થઈ ગયું. આ પરિસ્થિતિમાં વીડિયો કૉલનો વિકલ્પ બહુ સારો વિકલ્પ બન્યો છે. ખાસ કરીને લૉકડાઉનમાં ઝૂમ કૉલ્સનો ઉપયોગ ખૂબજ ઝડપથી થઈ રહ્યો છે. ઘણી ઓફિશયલ હોય કે એજ્યુકેશનલ, ઘણી સંસ્થાઓ ઝૂમ કૉલ્સથી મીટિંગ્સ કરે છે. આ દરમિયાન મેક્સિકોમાં સત્તાધારી સરકારે તેમાના નેતાઓ સાથે ઝૂમ કૉલ પર મીટિંગ કરી. જેમાં સરકારના બધા જ મંત્રીઓ હાજર હતા. પરંતુ અચાનક જ એક મહિલા નેતા ઊઠી અને કપડાં ઉતારવા લાગી. આ જોતાં જ ઓનલાઇન મીટિંગમાં બધાં ચોંકી ગયાં. વાસ્તવમાં આ એક ભૂલથી થયું હતું, કોઇની પણ સાથે આવું થઈ શકે છે. પછીથી મહિલા મંત્રીએ આ અંગે ખુલાસો કર્યો.

ઘટના 29 મેની છે. જ્યારે મેક્સિકન ગવર્નમેન્ટ ઓનલાઇન મીટિંગ કરી રહી હતી અને મીટિંગમાં સરકારના બધા નેતા અને સીનેટર હાજર હતા. ત્યાં અચાનક 66 વર્ષની સીનેટર માર્થા મીચેર ઊભી થઈ અને કપડાં ઉતારવા લાગી. આ જોઇ મીટિંગમાં હાજર બધાં ચોંકી ગયાં.

આ મીટિંગમાં નેશનલ રિઝરેશન મૂવમેન્ટ પોલિટિકલ પાર્ટીના નેતા, બેન્ક ઓફ મેક્સિકોના કર્મચારીઓ અને ઘણા પત્રકારો પણ હતા. નેતાએ બધાંની સામે જ કપડાં કાઢી નાખ્યાં. આ મીટિંગના સ્ક્રીનશૉટ્સ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મીટિંગ હતી કોરોનાના કારણે દેશ પર થયેલ આર્થિક અસર પર. મીટિંગમાં હાજર કોઇ સભ્યએ જ સ્ક્રીનશૉટ વાયરલ કરી દીધો.

ઘટના બાદ સીનેટર માર્થાએ માફી માંગી બધાંની. તેણે જણાવ્યું કે આ ભૂલથી થઈ ગયું. તેણે કપડાં બદલતાં પહેલાં વીડિયો ઑફ કર્યો હતો. પરંતુ તેણે ભૂલથી માત્ર ઑડિયો જ મ્યૂટ કર્યો અને કપડાં બદલવા લાગી.

તસવીર વાયરલ થતાં લોકો સીનેટર માર્થા પર નિશાન સાધી રહ્યા છે. ઘણા લોકો આને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે. તો ઘણા લોકો મજાક ઉડાવી રહ્યા છે. પરંતુ સીનેટરે નિંદા કરતા લોકોને જડબાતોડ જવાબ આપ્યો. તેણે કહ્યું, જે થયું, તે નહોંતું થવું જોઇતું. આ એક ભૂલથી થયું હતું, પરંતુ જે રીતે તેની ચર્ચા થઈ રહી છે, તે ખોટું છે. તેને બૉડી શેમ કહેવાઇ રહી છે, તે ખોટું છે.

You cannot copy content of this page