Only Gujarat

International TOP STORIES

ફક્ત 5 મહિનાના બાળકે 32 દિવસ સુધી કોમામાં રહીને કોરોનાને આપી મ્હાત

કહેવાય છે કે, મારવાવાળો ભગવાન છે તો બચાવવાવાળો પણ ભગવાન જ છે. જેને રામ રાખે તેને કોણ ચાખે? કુદરતની લીલાનું આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું તાજેતરમાં. જ્યાં ઘણા હેલ્ધી લોકો પણ કોરોના સામે દમ તોડી રહ્યા છે ત્યાં એક 5 મહિનાના બાળકે કોરોનાને હરાવ્યો છે. તેનાં માં-બાપ તો આને એક ચમત્કાર જ માની રહ્યા છે. બાળક 54 દિવસ સૂધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જોલાં ખાતું રહ્યું. જેમાં ૩32 દિવસ તો એવા હતા, જેમાં નાનકડો ડૉમ એંડ્રાડ કોમામાં સરી પડ્યો હતો. 32 દિવસ બાદ બાળક કોમામાંથી બહાર આવ્યો તો માં-બાપ્પાની આંખો ખુશીથી નાચી ઊઠી. આ ઘટન બ્રિટનના એક દંપતિની છે, જેમણે જાતે જ એક સમાચારપત્ર સાથે આખી વાત શેર કરી છે.

વૈગરનર અને તેમની પત્ની ડૉમ સાથે એક સંબંધીના ઘરે ગયા હતાં, ત્યાં ડૉમને કોરોનાનો ચેપ લાગી ગયો. ડૉમ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો ત્યારે પરિવારને રાહત થઈ.

વૈગનર એંડ્રેડ અને તેની પત્ની, વિવિયન મોંટેઈરોના દીકરાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ડૉક્ટરને બતાવ્યું. પરંતુ ડૉક્ટરે ઈન્ફેક્શન માની ઈલાજ શરૂ કર્યો. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ડૉમ હવે સંપૂર્ણરીતે સ્વસ્થ છે અને બહુ જલદી તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

ડોમના પિતાએ જણાવ્યું કે, 14 જૂને તેમનો દીકરો 6 મહિનાનો થઈ જશે. તે ઘરે આવે એટલે તેની સાથે જ જન્મદિવસ ઉજવશું. તો ડૉમની મા મોંટેઈરોનુ કહેવું છે કે, આ એક ચમત્કાર જ છે, ભગવાને અમારી પ્રાર્થના સાંભળી.

બાળક પર કોઇપણ દવાની અસર જ નહોંતી થતી, સ્થિતિ દિવસે-દિવસે બગડતી જતી હતી. પિતા વૈગનરે બાળકને બીજી હોસ્પિટલમાં બતાવ્યું, જ્યાં તેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ નીકળ્યો. એક વર્ષની નાની ઉંમરનાં 25 બાળકો કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યાં છે.

બ્રાઝિલનું રિયો ડી જનેરિયો કોરોનાથી બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીં રવિવાર સુધીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 5,14,849 હતી.

You cannot copy content of this page