Only Gujarat

National

દેશમાં અહીં બની અમેરિકા જેવી ઘટના, રોષે ભરાયેલા યુવકે વળતો હુમલો કર્યો

જોધપુર: અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લૉયડના ગળાને ઘૂંટણ વડે દબાવી રાખવાને કારણે તેનું મોત થયાની ઘટનાથી મળતી ઘટના ગુરુવારે રાજસ્થાનના જોધપુરમાં પણ જોવા મળી. જ્યાં પોલીસકર્મીએ યુવકના ગળા પર ઘૂંટણ મુકી દબાવ્યું હતું, આ ઘટનામાં યુવકનું મોત તો ના થયું પરંતુ રોષે ભરાયેલા યુવકે પોલીસ અધિકારીની પકડમાંથી છૂટ્યા બાદ વળતો હુમલો કર્યો હતો. આ વિવાદ વાસ્તવમાં માસ્ક ના પહેર્યો હોવાના કારણે મેમો આપવાની ઘટનાથી શરૂ થયો હતો. વિવાદ વધ્યો તો પોલીસકર્મીએ યુવકના ગળા પર ઘૂંટણ મૂક્યો અને 2 પોલીસકર્મીઓ યુવકના પગ પર બેસી ગયા. મારામારી થતા ત્યાં ભીડ ભેગી થઈ.

લૉકડાઉન દરમિયાન પોલીસ સામાન્ય લોકોને સાથ આપી ઘણીવાર પ્રશંસા મેળવતી રહી, પરંતુ અનલૉક શરૂ થતા જ પોલીસ ફરીવાર તેમના જુના અવતારમાં જોવા મળી રહી છે. શહેરના ચૌપસની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન ના કરતા લોકોને મેમો આપી રહી હતી. આ સમયે એક યુવક સાથે તેમનો વિવાદ થયો. યુવકે મોબાઈલ કાઢી વીડિયો બનાવવાનું શરૂ કરતા પોલીસકર્મીઓ ભડક્યા અને તેનો મોબાઈલ છીનવી ઘૂંટણથી તેની ગરદન દબાની.

યુવકે કહ્યું કે, તેણે માસ્ક પહેર્યો હતો પરંતુ પોલીસે તે ખેંચી ફેકી દીધો. જેના કારણે વિવાદ થયો હતો. અમેરિકન પોલીસની જેમ જ અહીંની પોલીસે પણ યુવકના ગળા પર ઘૂંટણ મુકતા મારામારી કરી અને મોબાઈલ ખિંચામાં નાખી દીધો. આ સમયે ત્યાં બીજા 2 લોકો આવ્યા અને તેઓ પોલીસકર્મીની મદદ કરવા યુવકના પગ પર બેસી ગયા. મારામારીથી રોષે ભરાયેલા યુવકે વળતો હુમલો કર્યો.

પોલીસે કહ્યું- આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હતો
દેવનગરના એસઆઈ સોમકરણે કહ્યું કે, 2 પોલીસકર્મીએ માસ્ક ના પહેરવાના કારણે બલદેવ નગરના મુકેશ પ્રજાપતને મેમો આપ્યો તો તે પોલીસકર્મીઓ સાથે લડવા લાગ્યો. મુકેશ અપરાધિક પ્રવૃત્તિનો હોવાના કારણે આમ થયું. પ્રતાપ નગર પોલસ સ્ટેશનમાં મુકેશ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

You cannot copy content of this page