Only Gujarat

FEATURED National

બલરામ અપહરણ અને હત્યામાં આરોપીઓએ પાર કરી હતી બર્બરતાની તમામ હદો

ગોરખપુરના કિશોર બલરામના અપહરણ અને હત્યામાં આરોપીઓએ બર્બરતાની તમામ હદો પાર કરી દીધી હતી. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે હત્યા પહેલા બલરામનું ટોર્ચર કરવામાં આવ્યું હતું. બંને હાથ પાછળની તરફ ઉઠાવી તોડી નાખ્યા હતા. ડોક પણ તૂટી ગઇ અને માથાને કચડી નાખવામાં આવ્યું હતું. હત્યા બાદ મૃતદેહને સિમેન્ટની ગુણીમાં ભરી દેવામાં આવી હતી.

ગુણીમાં લાશને ભર્યા પહેલા પગને મરોડી દેવામાં આવ્યા હતા. જ્યારે લાશ ગુણીમાંથી નીકળી તો એખત પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને એસટીએફના લોકોના પણ રૂંવાટા ઉભા થઇ ગયા હતા. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થશે કે હત્યા પહેલા કેટલું ટોર્ચર કરવામાં આવ્યું હતું.

કિશોર બલરામના અપહરણ અને હત્યામાં તેના ગામની આસપાસ જ રહેતા પાંચ લોકોના નામ સામે આવ્યા છે. જેમાં હસનગંજ જંગલગુસડનો એક મોબાઇલ વેપારી પણ સામેલ છે. મોબાઇલ વેપારીએ ખોટા નામ સરનામાના આધારે સિમ કાર્ડ આપ્યા હતા. ફિરોતી માગવા માટે આ સિમકાર્ડનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે પૂરાવાના આધારે મોબાઇલ વિક્રેતા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓના નિવેદન બાદ જ બલરામનો મૃતદેહ મળ્યો હતો. હાલ બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ ત્રણ આરોપીઓની તલાશ ચાલુ છે જેઓને ટૂંક સમયમાં જ પકલી લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અપહરણ અને હત્યાકાંડમાં 20 વર્ષની આસપાસની ઉંમરના યુવકો જ સામેલ છે. મોટાભાગે બલરામ તથા તેના પરિવાર સાથે પરિચિત રહ્યાં છે. ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાઇ શકે છે.

આ વારદાતના પર્દાફાશમાં એસટીએફની ગોરખપુર ઇકાઇ અને ક્રાઇમ બ્રાંચ પણ કામે લાગી છે. એસટીએફ પહેલા ભાગી ગયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે જે માટે અલગ અલગ ટીમો બનાવી કામ કરી રહી છે. એસટીએફની ટીમ અપહરણની સાથે સાથે જૂની અદાવત અને લેવડ દેવડની તપાસ કરી રહી છે. હાલ બલરામના માતા અને પિતા પાસેથી કોઇ જાણકારી મળી શકી નથી. તેઓ બંને એકમાત્ર પુત્રના મૃત્યુથી ગમગીન છે. કંઇ પણ કહેવાની સ્થિતિમાં નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page