Only Gujarat

FEATURED National

ટિકટોક બેન થયા બાદ રાતોરાત સ્ટાર બનેલા લોકોએ કરી લીધો આપઘાત

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા આપઘાતના બે કેસ સામે આવ્યા છે. એક તરફ 18 વર્ષની ટિકટોક યૂઝર્સ સંધ્યા ચૌહાણે આત્મહત્યા કરી લીધી તો સુશાંત સિંહ રાજપૂતની 45 વર્ષની એક ફેન ડિપ્રેશનમાં આવી પોતાનું આયખુ ટૂંકાવી લીધું. કહેવામાં આવી રહ્યું છે કે સંધ્યા ચૌહાણ દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની હતી અને તેના ઘણા ફેન-ફોલોઇંગ હતા. રવિવારે તે પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે યુવતીના રૂમમાંથી સુસાઇડ નોટ મળી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ટિકટોક બેન થયા બાદ તે ડિપ્રેશનમાં હતી અને આવી સ્થિતિમાં તેણીએ ઘાતક પગલું ભરી લીધું.

યુવતીની કઝિને તેને તેના રૂમમાં મૃત હાલતમાં જોઇ. ત્યારબાદ તેણે ઓથોરિટીઝને આ વાતની સૂચના આપી. તો આ રિપોર્ટમાં રવિવારે નજીકના સૂત્રોના હવાલેથી લખવામાં આવ્યું છે કે યુવતી છેલ્લા બે -ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં હતી.

ટિકટોક પર પ્રતિબંધ લાગ્યા પહેલા 25 જુને 16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કર્યાના થોડા કલાકો પહેલા તેણીએ પોતાનો એક ડાંસ વીડિયો પણ અપલોડ કર્યો હતો. સિયા અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ન્યૂઝ પ્રમાણે તેણીએ ફાંસી લગાવી આપઘાત કર્યો છે. સિયા દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારની રહેવાસી હતી. સિયાના ટિકટોક પર 1 મિનિયનથી વધુ ફોલોઅર્સ છે. તો અંદાજે 1 લાખ ફેન્સ ઇંસ્ટાગ્રામ પર સિયાને ફોલો કરે છે.

સુસાઇડની એક અન્ય ઘટના સૂશાત સિંહ રાજપૂત સાથે જોડાયેલી છે. અભિનેતાની એક ફેન્સે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. ઘટના 1 જુલાઇની છે. પરંતુ મીડિયામાં આ ખબર હવે સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઇની રહેવાસી 45 વર્ષિય રચના શેઠ પીએમસી બેંક ભ્રષ્ટાચાર બાદથી ડિપ્રેશનમાં હતી.

રચનાએ પીએમસીમાં પોતાનું એકાઉન્ટ ખોલી રાખ્યું હતું. જેમાં પરિવારના લગભગ 15 લાખ રૂપિયા જમા હતા. ડિપ્રેશન સાથે લડાઇ દરમિયાન તે હંમેશા પોતાની સાથે એક ચૂનરી રાખતી હતી. તેના પરિવારને હંમેશા એવો ડર રહેતો હતો કે તે કોઇ ઘાતક પગલું ન ઉઠાવી લે.

મુંબઇ મિરર સાથેથી વાતચીતમાં રચનાના પતિ વિશાલ શેઠે જણાવ્યું પીએમસી બેંક ગોટાળા બાદથી તે પરેશાન રહેતી હતી. ગત મહિને જ્યારે સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડના સમાચાર સામે આવ્યા તો તેની માનસિક હાલત વધુ ખરાબ થઇ ગઇ. ગત સપ્તાહથી તે પોતાની સાથે એક ચુનરી રાખી રહી હતી. અમને ચિંતા રહેતી હતી કે તે કોઇ ખોટું પગલું ભરી ન લે. એક જુલાઇની રાતે અંદાજે 8 વાગ્યે રચના પંખા સાથે લટકી ગઇ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page