Only Gujarat

National

ખેતરમાં ખેડૂતનું હળ અટકી ગયું, જોરથી ખેંચતા હળની સાથે બહાર આવ્યો મોટો ખજાનો

હૈદરાબાદ: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના ઝહીરાબાદમાં એક ખેડૂતને ખેતી કરતા સમયે જમીનની નીચેથી સોનાના ઘણા દાગીના મળ્યા છે. આ સમાચાર સાંભળવામાં ફિલ્મી લાગે છે પરંતુ સત્ય છે. આ ઉપરાંત ખેડૂતને જમીનની અંદરથી ઘણા એન્ટિક્સ મળ્યા છે. આ તમામ એન્ટિક્સ સોના, ચાંદી અને તાંબાના છે. યેર્રાગદ્દાપલ્લી ગામના ખેડૂત યાકુબ અલી, પાક વાવણી માટે પોતાનું ખેતર ખેડી રહ્યો હતો ત્યારે જમીનની નીચેથી તેને મોટા પ્રમાણમાં સોનું અને અન્ય ઘરેણાં મળ્યા હતા.

ખેતર ખેડતા સમયે યાકુબ અલીનું હળ કોઈ વસ્તુ સાથે ટકરાયું. તે પછી તેણે એ જોવાનો પ્રયાસ કર્યો કે હળ કઈ વસ્તુ સાથે ટકરાયું છે. જ્યારે યાકુબ અલીએ બધુ હટાવીને જોયું તે પોતે હેરાન રહી ગયો. પ્રારંભમાં કાંસાના વાસણ મળ્યા. જેમાં ઘરેણાં હતા, તે પછી અન્ય ઘણા એન્ટીક્સ પણ મળ્યા. યાકુબ અલીએ આ અંગે પોલીસને જાણ કરી. જે પછી સ્થાનિક પોલીસ અધિકારી અને રેવેન્યૂ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા.

ગામવાસીઓને જાણ થતા ગામના લોકો પણ મોટીસંખ્યામાં ભેગા થયા. બધાને જાણવું હતું કે સત્ય શું છે? પોલીસે જણાવ્યું કે, ખોદકામ દરમિયાન 25 સોનાના સિક્કા, ગળાના આભૂષણ, અંગૂઠિયો, પરંપરાગત વાસણ મળ્યા છે. જેને પુરાતત્વ વિભાગને મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે એક્સપર્ટ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, આ આભૂષણ, સોનાના સિક્કા અને ધાતુના વાસણો કયા સમયના છે, તપાસ બાદ જ આ અંગે માહિતી મળી શકશે.

ઝહીરાબાદ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના રસ્તામાં આવે છે અને ઔરંગાબાદના નિઝામોનું આ પ્રથમ પાટનગર પણ હતું. વિશ્વના સૌથી ધનિક નિઝામ અહીં જ રહેતા હતા. કોહિનૂર હીરો પણ ગોલકુંડાની ખાણથી જ નીકળ્યો હતો. એવું મનાય છે કે ખેડૂતોને જમીન અંદર જે એન્ટિક્સ મળ્યા છે તે નિઝામોના સમયના હોઈ શકે છે.

You cannot copy content of this page