Only Gujarat

International

આજથી 3 દિવસ સુધી ધરતી તરફ આવી રહ્યાં છે 8 એસ્ટેરૉયડ્સ, નાસાએ ચેતવણી આપી

ન્યૂયોર્ક: 5 જૂનના સવારથી 3 દિવસ સુધી ધરતી પાસેથી ઘણા એસ્ટેરૉયડ (ઊલ્કાપિંડ) પસાર થશે. જેમાંથી અમુક નાના છે, પરંતુ અમુક સ્ટેડિયમ આકારના પણ છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે, 8 નીયર અર્થ ઑબજેક્ટ્સ (NEO’s) પૃથ્વીની પાસેથી 5 જૂન સવારથી વિકેન્ડના અંત સુધી ઘણા એસ્ટેરૉયડ્સ પસાર થશે. નાસાના સેન્ટર ફોર નીયર અર્થ ઓબ્જેક્ટસ સ્ટડીઝ (CNEOS)એ કહ્યું કે, 5 જૂનના વહેલી સવારે 4.44 કલાકે એસ્ટેરૉયડ 2020 કેએન5 પૃથ્વી પાસેથી પસાર થશે. જે 24થી54 મીટરનો હશે. આ 12.66 કિ.મી. પ્રતિ સેકન્ડ એટલે કે 45,576 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી પસાર થશે. આ પૃથ્વીની પાસેથી 61 લાખ કિ.મી. દૂરથી નીકળશે.

5 જૂન સાંજે 5.41 કલાકે એસ્ટેરૉયડ 2020 કેએ6 પૃથ્વીથી 44.13 લાખ કિ.મી. દૂરથી નીકળશે. જે 28 મીટરનો છે. આ પૃથ્વી પાસેથી 41,652 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી નીકળશે. જે પછી 6 જૂનના ભારતીય સમય પ્રમાણે સવારે 8.50 કલાકે એસ્ટેરૉયડ 2002 એનએન4 પૃથ્વી પાસેથી પસાર થશે. તે પૃથ્વીથી 51 લાખ કિ.મી. દૂર રહેશે. તેની સ્પીડ 40,140 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આ એસ્ટેરૉઈડ 570 મીટરનો રહેશે, એટલે કે 5 ફૂટબોલ મેદાન જેટલો.

6 જૂનના સાંજે 4.30 કલાકે 2020 કેઓ1 નામનો એસ્ટેરૉયડ પણ પૃથ્વીની નજીકથી પસાર થશે. તે પૃથ્વીથી 50.93 લાખ કિ.મી. દૂર રહેશે. તેની સ્પીડ 21,930 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેની સાઈઝ વધુ નથી. તે 26 થી 59 મીટરનો હોઈ શકે છે. 6 જૂનના રાતે 11.08 કલાકે એસ્ટેરૉયડ 2020 કેક્યૂ1 નીકળશે.

તે 36 થી 81 મીટરનો હોઈ શકે છે. તે પૃથ્વીથી 51.23 લાખ કિ.મી. દૂરથી પસાર થશે. તેની સ્પીડ 53,748 કિ.મી. પ્રતિ કલાક રહેશે. 6 જૂનના મોડી રાતે 12.45 આસપાસ 14.31 લાખ કિ.મી. દૂરથી એસ્ટેરૉયડ 2020એલએ પસાર થશે. તેની સાઈઝ 24-53 મીટર વચ્ચે છે. તેની સ્પીડ 55,584 કિ.મી. પ્રતિ કલાક છે.

7 જૂન બપોરના 12.03 કલાકે પૃથ્વી પાસેથી એસ્ટેરૉયડ 2020કેએ7 નીકળશે. તે પૃથ્વીથી 14.67 લાખ કિ.મી. દૂરથી પસાર થશે. તેની સાઈઝ 23થી51 મીટર રહેશે. તેની સ્પીડ 26,424 કિ.મી. પ્રતિ કલાક છે. 7 જૂનના બપોરે 12.45 કલાકે પૃથ્વીની પાસેથી એસ્ટેરૉયડ 2020 કેકે3 પસાર થશે. આ પૃથ્વીથી 68.02 લાખ કિ.મી. દૂરથી પસાર થશે. તેની સાઈઝ 22 મીટરથી 49 મીટર વચ્ચે હોઈ શકે છે. તેની સ્પીડ 42,876 કિ.મી. પ્રતિ કલાક છે.

You cannot copy content of this page