Only Gujarat

International

છોકરો છે કે છોકરી? તસવીરો જોઈને અંદાજો નહીં જ લગાવી શકો એ નક્કી!

ટોક્યોઃ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવી જાપાની યુવતીની તસવીર વાઈરલ થઈ હતી, જેની વાસ્તવિકતા સામે આવતા લોકો દંગ રહી ગયા હતા. જે તસવીરો વાઈરલ થઈ હતી તેમાં એક સુપર ક્યૂટ જાપાની સ્કૂલ ગર્લ હોય તેવું લાગતું હતું. પરંતુ વાસ્તવિકતા સાવ જુદી જ છે. તે એક યુવતી નહીં પરંતુ 43 વર્ષીય પરિણીત પુરુષ છે જેની એક દીકરી પણ છે.

આ વ્યક્તિનું નામ તાકુમા તાની છે. 1977માં જન્મેલા તાકુમા તાની એક સિંગર છે. જ્યારે તે સ્કૂલમાં ભણતા ત્યારથી જ તેમને મ્યૂઝિકમાં રસ હતો. 28 વર્ષની વયે તાકુમા જાપાનના એક રૉક ગ્રૂપમાં સામેલ થઈ ગયા અને મ્યૂઝિક ક્ષેત્રે જ કરિયર બનાવ્યું. જ્યારે તેઓ 34 વર્ષના થયા ત્યારે તેમને વિચાર આવ્યો કે એક સ્કૂલ ગર્લ જેવો મેકઓવર કરવામાં આવે. તેમને પોતાનો આ મેકઓવર ગમ્યો અને અન્ય લોકોએ પણ તેની પ્રશંસા કરી. હવે તે એક સ્કૂલ ગર્લ તરીકે જ પર્ફોર્મ કરે છે અને તેઓ ઘણા લોકપ્રિય પણ છે. ટ્વિટર પર તેમના 20 હજારથી વધુ ફોલોઅર્સ છે.

તાકુમાની બોડી એવી છે કે તે યુવતીઓનો કપડા પહેરે તો કોઈને પણ વિશ્વાસ ના થાય કે તેઓ એક પુરુષ છે. જોકે તાકુમાને યુવતીના ગેટઅપ માટે ઘણો મેકઅપ કરવો પડે છે. તાકુમા જાપાનના એક ટીવી શોમાં ‘ક્રોસ ડ્રેસિંગ ચેમ્પિયન’ એવોર્ડના વિનર રહી ચૂક્યા છે.

સિંગર હોવાની સાથે તાકુમા એક સફળ બિઝનેસમેન પણ છે. તેમણે મહિલાઓના કપડાઓની બ્રાન્ડ અતુકોસ્વેત ટોક્યો (AtukoSvet Tokyo) લૉન્ચ કરી છે. આ ઉપરાંત તે યુવતીઓના કપડા માટે મૉડલિંગ પણ કરે છે. તાકુમા 2016માં દીકરીના પિતા બન્યા હતા.

તેમણે તે સમયે દીકરી સાથેની તસવીર શેર કરતા લખ્યું હતું કે,‘હું એક પિતા છું.’તાકુમા કહે છે કે, જે કામ કરવા ઈચ્છતા હોવ તે કરતા રહેવું જોઈએ. બીજા લોકોની નકામી ચિંતા ના કરવી, ઘણા લોકો તેમને યુવતીના ગેટઅપમાં પસંદ કરે છે.

એક સ્કૂલ ગર્લના ગેટઅપમાં તાકુમા તાની ઘણા ગ્લેમરસ લાગે છે. આ સમયે તેમના ફેન્સ પણ ઘણા ખુશ હોય છે. તાકુમાના સ્કૂલ ગર્લના ગેટઅપમાં ઘણા મ્યૂઝિક વીડિયો હિટ થયા હતા. તાકુમાના ફેન્સ તેમને સ્કૂલ ગર્લના ગેટઅપમાં જ જોવા માગે છે. તેમના ફોલઅર્સની સંખ્યા સતત વધી રહી છે.

તાકુમાને વાસ્તવમાં જોઈને ઓળખવું મુશ્કેલ બને છે કે તે યુવક છે કે યુવતી. તાકુમા પોતે જ્યારે પોતાના સ્કૂલ ગર્લ ગેટઅપના મ્યૂઝિક વીડિયો કે તસવીરો જોતા હોય છે ત્યારે તેમને પણ નવાઈ લાગતી હોય છે.

You cannot copy content of this page