Only Gujarat

FEATURED International

દુબઈની ઝાકમઝોળથી ભરેલી દુનિયા જોઈને મોંમાં નાખી જશો આંગળાં, હેરાન કરી દેતી તસવીરો

નવી દિલ્હીઃ દુબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે અને આ વાત જરાય ખોટી નથી કારણ કે દુબઈની સુંદરતા કોઈનું પણ મનમોહી લે છે. અહીંયા એટલી બધી ગગનચુંબી ઈમારત છે કે તમે વિચારી પણ ના શકો. દુબઈમાં એવી ઘણી બાબતો છે, જેના વિશે સામાન્ય લોકોને ભાગ્યે જ ખબર હોય છે. આજે આપણે દુબઈની ખાસ વાતો સાથે રૂબરૂ થઈશું.

સામાન્ય રીતે ભારતમાં પોલીસ જીપ, બોલેરો કે સ્કોર્પિયો જેવી કારનો ઉપયોગ કરે છે. દુબઈની પોલીસ પાસે લેમ્બોર્ગિની, ફેરારી તથા બેન્ટલે જેવી કાર હોય છે. દુબઈમાં કોઈ એડ્રેસ સિસ્ટમ નથી. ના કોઈ જિપ કોડ, ના એરિયા કોડ અને ના પોસ્ટલ સિસ્ટમ. અહીંયા બધું જ ઓનલાઈન છે.

સામાન્ય રીતે એટીએમમાંથી પૈસા નીકળે છે. ભારતમાં કેટલીક જગ્યાએ વોટર કે મિલ્ક એટીએમ છે. જોકે, દુબઈમાં કેટલાંક એટીએમમાંથી સોનું નીકળે છે.અહીંયા આકાશમાં ટેનિસ રમતા હોઈએ એવો અહેસાસ થાય છે. દુબઈનો મોલ દુનિયાનો સૌથી મોટો શોપિંગ સેન્ટર છે. અહીંયા 1200થી પણ વધુ સ્ટોર છે. એક સમય હતો કે દુબઈ ઉજ્જડ હતું પરંતુ હવે અહીંયા ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ છે. દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા દુબઈમાં છે. કહેવાય છે કે સૌથી ઊંચી બિલ્ડિંગમાં રહેનારા લોકો સૂરજને મોડે સુધી જોઈ શકે છે. આ જ કારણથી તેમને ચંદ્ર મોડેથી દેખાય છે.

828 મીટર ઊંચો બુર્જ ખલીફા તમે 90 કિમી દૂરથી જોઈ શકો છો. દુબઈમાં માત્ર ઈમારતોમાં જ નહીં પણ યાત્રીઓની સુવિધા માટે બસ સ્ટેન્ડમાં પણ એસી લગાવેલા હોય છે. ભારતમાં લોકો કૂતરા-બિલાડી પાળે છે પરંતુ દુબઈમાં લોકો ચિત્તો પાળે છે અને કોઈ પણ ડર વગર આરામથી સાથે રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page