Only Gujarat

International

દેખાદેખીમાં ટેટુ કરાવતા લોકો થઈ જાય સાવધાન, નહીંતર આવી શકે છે આખી જિંદગી પસ્તાવાનો વારો

પોલેન્ડમાં ટેટ્ટૂ ડિઝાઈનરની ભૂલના કારણે એક મોડેલની આંખની રોશની જતી રહી છે. મૉડેલ અલેક્ઝેંડ્રા સડોવ્સ્કા રેપર પોપેકની જેમ દેખાવા માંગતી હતી અને તેના માટે તેણે પોતાની આંખોને કાળી કરાવવાનો નિર્ણય લીધો પરંતુ ટેટ્ટૂ કરનારની ભૂલના કારણે તેના જીવનમાં હંમેશા માટે અંધારું છવાઈ ગયું.

આઈબૉલ ટેટ્ટૂને સ્કલેરલ ટેટ્ટૂના રૂપમાં પણ જાણવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન, મૉડેલની આંખની કીકીમાં શાહી ઈન્જેક્ટ કરવામાં આવે છે જેનાથી સફેદ ભાગ કાળો દેખાવા લાગે છે. અલેક્ઝેંડ્રાની આંખમાં કાળી શાહી ઈન્જેક્ટ કરવામાં આવી હતી. જે બાદ તેને દેખાવાનું બંધ થઈ ગયું.

પોપેકનું લુક પામવા માટે, અલેક્ઝેંડ્રાએ પ્રક્રિયા માટે કથિત રીતે પિઓટર એ પાયોત્ર નામના એક ટેટ્ટૂ કલાકાર પાસે ગઈ હતી, જે બાદ તેની આંખોમાં દુખાવો થવા લાગ્યો. પાયોત્રએ અલેક્ઝેંડ્રાને આશ્વાસન આપ્યું કે આ દુઃખાવો સામાન્ય છે અને પેઈન કિલર્સથી તેનો ઈલાજ થઈ શકે છે. જો કે, તપાસમાં ટેટ્ટૂ કલાકારની બેદરકારીનો ખુલાસો થયો. ટેટ્ટૂ કલાકારે શરીરની શાહીનો ઉપયોગ કર્યો, જે આંખોના સંપર્કમાં નહોતી આવવી જોઈતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યું કે આ કલાકાર પાસે નાજુક પ્રક્રિયા કરાવવા માટે જરૂરી સ્કિલ્સ અને તાલીમ પણ નહોતી.

પ્રક્રિયાના પરિણામ રૂપે, મોડેલને એક આંખે સંપૂર્ણ અંધાપો છે અને તે પોતાની દ્રષ્ટિ ગુમાવી શકે છે. ડેઈલી મેઈલે જણાવ્યું કે તેના પોતાની આંખની રોશની પ્રાપ્ત કરવા માટે 3 પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. ડૉક્ટરોએ દાવો કર્યો કે શાહી તેના ઊતકો સુધી પહોંચી ગઈ છે અને હવે તેને આંખની રોશની પાછી મળે તેવી કોઈ આશા નથી.

 

You cannot copy content of this page