Only Gujarat

Bollywood

બિગબોસના મેકર્સે રાધે માને ઘરમાં ત્રિશુલ લાવવાનો કર્યો ઇન્કાર, છેડાયો નવો વિવાદ

મુંબઈ: Bigg Boss 14 ટેલિવિઝનનો સૌથી કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો ફરી એક વખત નવા સિઝન સાથે શરૂ થઇ રહ્યો છે. શોની 14મી સિઝનને લઇને ફેન્સ કેન્ટેસ્ટેન્ટની યાદીને લઇને ઘણા એક્સાઇટેડ છે. આ વખતે સૌથી ચર્ચિત કન્ટેસ્ટેન્ટ રાધે મા છે. શો શરૂ થતાં પહેલા રાધે મા સૌથી વધુ ચર્ચામાં છે. જો કે હવે રાધેમાની ફીસને લઇને મેકર્સની અસહમતિ સહિત અને ચોંકાવનારા દાવા સામે આવી રહ્યાં છે.

બિગ બોસના ઘરમાં મેકર્સે રાધે માની એન્ટ્રી કન્ફર્મ કરી દીધી છે. ગત મંગળવારે કલર્સના ઓફિશ્યલ ટ્વીટર અકાઉન્ટ પર રાધેમાનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતી જોવા મળે છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ પણ આવી રહ્યો હતો. હાલ રાધે માની ફીને લઇને પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે. કહેવાય છે કે, રાઘે માની એટલી તગડી ફી છે કે તે બિગ બોસ સિઝન-14ની સૌથી વધુ ફી મેળવનાર કન્ટેસ્ટેન્ટ બની ગઇ છે.

બિગ બોસ ફેન પેઝ પરથી મળતી માહિતી મુજબ રાધેમાને બિગ બોસના ઘરમાં રહેવા માટે દરેક વીક 25 લાખ ચૂકવવામાં આવશે. આ ઓફર આ સિઝનમાં આવનાર દરેક કન્ટેસ્ટેન્ટથી વધુ છે. જો કે આ મુદ્દે હજું કોઇ સત્તાવાર જાણકારી નથી મળી. તો બીજી તરફ સ્પોર્ટબોયના રિપોર્ટ મુજબ મેકર્સ અને રાધે મા વચ્ચે કેટલાક મુદ્દાઓને લઇને વિવાદ સર્જાયો છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બિગ બોસના મેકર્સે રાધે માને તેમનું ત્રિશૂલ ઘરે જ મૂકી આવવાની શરત મૂકી છે. રાધે માએ આ વાત સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

નોંધનીય છે કે, બિગ બોસના કન્ટેસ્ટેન્ટ માટે નિયમ છે કે, તે એવી ચીજ બિગ બોસના ઘરમાં નથી લાવી શકતા. જેનાથી અન્યને નુકસાન પહોંચાડી શકાય. હવે જોવાનું એ રહ્યું કે આ અસહમતિનો અંજામ શું આવે છે.

You cannot copy content of this page