Only Gujarat

International

ટિકટોક બનાવતા સમયે યુવતીઓને દેખાઈ સૂટકેસ, ખોલીને જોયું તો આંખો ફાટીને ફાટી રહી ગઈ

હાલમાં યુવાનોમાં ટિકટોકનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના પ્રાઈવેટ મોમેન્ટથી લઈને બહાર દેખાતા સ્પેશિયલ મોમેન્ટના વીડિયો બનાવીને ટિકટોક બનાવતા રહે છે. હાલમાં જ વોશિંગ્ટનના સીએટલમાં કેટલીક છોકરીઓ ટિકટોક બનાવી રહી હતી. આ વીડિયોમાં તેમને પાછળ પડેલી એક જૂની સુટકેસ જોવા મળી. જ્યારે તેમણે અટેચી ખોલી, તો જોર-જોરથી ચીસો પાડવા લાગી. સૂટકેસમાંથી બદબૂ આવી રહી હતી. પોલીસે જોયું તો સૂટકેસમાં એક સડેલી લાશ પડી હતી. જે બાદ ત્યાં હંગામો મચી ગયો. આ આખા મોમેન્ટનો ટિકટૉક વીડિયો બનાવીને શેર કરવામાં આવ્યો.

ટિકટોક યૂઝર્સે અજાણતામાં જ એક વીડિયોના માધ્યમથી અનેક દિવસોથી ફેંકવામાં આવેલી લાશને શોધી કાઢી. આ લાશ એક સૂટકેસમાં બંધ કરીને નદીના કિનારે ફેંકી દેવામાં આવી હતી.

સીએટલ પોલીસે જણાવ્યું કે કેટલીક છોકરીઓનો તેમને ફોન આવ્યો હતો. જ્યારે તેમણે સૂટકેસ ખોલી તો તેમાંથી ડેડ બૉડી મળી. જે બાદ ત્યાં હંગામો મચી ગયો. થયું એવું કે, નદીના કિનારે કેટલીક છોકરીઓ ટિકટોક વીડિયો બનાવી રહી હતી. અચાનક તેની નજર વીડિયોમાં પાછળ દેખાઈ રહેલી જૂની અટેચી પર પડી.

છોકરીઓ તેની નજીક ગઈ. તેમણે જ્યારે બેગ ખોલી, તો તેમાંથી બદબૂ આવી. જે બાદ છોકરીઓ ચીસ પાડીને ત્યાંથી ભાગી ગઈ. તેમવે એવું લાગ્યું કે બેગમાં ભોજન બંધ પડ્યું છે અને તે સડી ચુક્યું છે.

તેમને બિલકુલ અંદાજ નહોતો કે તેમણે ડેડ બૉડી ભરેલી સૂટકેસને ખોલી હતી. પોલીસ જ્યારે મોકા પર પહોંચી, ત્યારે છોકરીઓને ખબર પડી કે તેમાં ડેડ બૉડી હતી.

છોકરીઓએ જણાવ્યું કે પહેલા તેમને લાગ્યું કે સૂટકેસમાં પૈસા ભરેલા હોઈ શકે. તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે અટેચી તેમની કિસ્મત બદલી શકે છે. પરંતુ તેમને શું ખબર હતી કે તેમની જિંદગી બદલાઈ જશે.

હવે પોલીસ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે. તપાસ કરવામાં આવી રહી છે કે સૂટકેસમાં બંધ લાશ કોની છે. સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે લાશને કેટલા દિવસ પહેલા ત્યાં ફેંકવામાં આવી હતી કારણ કે તેની સ્થિતિ બિલકુલ ખરાબ થઈ ગઈ હતી.

You cannot copy content of this page