Only Gujarat

National

માછીમારોની જાળમાં ફસાયેલા લીલા રંગના ડબ્બામાંથી કરોડોની રૂપિયાની વસ્તુ

તમિલનાડુના ચેંગલપટ્ટૂ જિલ્લાના મામલ્લપુરમ વિસ્તારમાં સમુદ્રમાં માછલી પકડવા ગયા હતા. તેમની જાળમાં એક ભારી વસ્તુ મળી હતી. તેમને લાગ્યું કે ભારે માછલી મળી છે. પરંતુ જ્યારે જાળ બહાર કાઢીન્ જોયું તો તેમાં અનેક લીલા રંગના પેકેટ મળી આવ્યા. જેમાં ચીની અને અંગ્રેજી ભાષામાં કાંઈક લખેલું હતું.

તટ પર જઈને તેની તપાસ કરી તો ખબર પડી કે તે ચીની ચાના પેકેટ હતા. તેની અંદર મેથાફેટામાઈન મળ્યું. આ એક પ્રકારનું ડ્રગ છે. જેને ક્રિસ્ટર મેથ પણ કહે છે. માછીમારોને લગભગ 78 કિલોગ્રામ ક્રિસ્ટલ મેથ મળ્યું છે. જેની બજારમાં કિંમત લગભગ 230 કરોડ રૂપિયા છે. માછીમારોએ તાત્કાલિક સારે ક્રિસ્ટલ મેથ પોલીસના હવાલે કરી દીધા છે.

જે લીલા પેકેટ્સમાં આ ડ્રગ્સ મળ્યા છે, તે ચીનની ચાના છે. તમિલનાડુના નાર્કોટિક્સ ઈન્ટેલિજન્સ બ્યૂરો ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું કે આ ખૂબ જ વધુ કિંમત ધરાવતું ડ્રગ છે. એક કિલો ડ્રગની કિંમત 3 કરોડ રૂપિયાથી પણ વધારે છે. પોલીસને શંકા છે કે આ ડ્રગ્સ શ્રીલંકાથી થઈને મલેશિયા પહોંચાડવાનું હતું. આ ડ્રગને મેથ, બ્લૂ, આઈસ અને ક્રિસ્ટલ કહે છે. જે રેવ પાર્ટીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

આ ડ્રગના કારણે શરીરના નર્વસ સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. જો આ ડ્રગ સાથે કોઈ પકડાઈ જાય છે તો તેને 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ અથવા બંને થઈ શકે છે.

અનેક વાર ભૂલ કરવા બદલ મોતની સજા પણ થઈ શકે છે. કેટલાક અઠવાડિયા પહેલા તમિલનાડુના રામનાથપુરમમાં પણ પોલીસે 11.5 કિલો ડ્રગ્સ અને 1.5 ટન રેડ સેન્ડર્સ પકડ્યા હતા, જે તમામ શ્રીલંકા જઈ રહ્યા હતા.

 

You cannot copy content of this page