Only Gujarat

National

આપત્તિજનક અવસ્થામાં 5 હાઈફાઈ યુવતીઓ ઝડપાઈ, કરતી હતી દેહના સોદા

જૈસલમેરમાં સ્વામી બુદ્ધ સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે પોલીસે અહીં રેડ કરતાં આ અંગે ખુલાસો થયો છે. સ્પા સેન્ટરમાંથી મેનેજર, 5 યુવતીઓ અને 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. CO સિટી પોલીસ શ્યામસિંહ રાઠોડે આ અંગે જણાવ્યું કે, બાતમીને આધારે ગીતા આશ્રમ માર્ગ પર સ્થિત સ્પા સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી.

અમે નકલી ગ્રાહક મોકલ્યો હતો. તેણે સોદો કર્યા પછી લગભગ અમે 5 વાગ્યે રેડ પાડી હતી. પહેલાં તો મેનેજરે નકલી ગ્રાહક સાથે સામાન્ય રીતે વાતચીત કરી હતી. આ પછી સેક્સ રેકેટની વાત કરતાં મેનેજરે તરત જ ભાવ જણાવવાનું શરૂ કરી દીધું હતું.

નકલી ગ્રાહકે બોલાવી પોલીસ
નકલી ગ્રાહકની વાતોથી મેનેજરને લાગ્યું આ કામનો માણસ છે. તેણે એક રૂમ તરફ ઇશારો કરીને નકલી ગ્રાહકને ત્યાં મોકલી દીધો હતો. ત્યાં એક છોકરી પહેલાંથી હતી. આ દરમિયાન નકલી ગ્રાહકે પોલીસને મેસેજ મોકલી જાણ કરી દીધી હતી. પોલીસે સ્પા સેન્ટરમાં પહોંચીને રૂમમાંથી છોકરીને સંદિગ્ધ હાલતમાં પકડી લીધી હતી.

ભાગમભાગ મચી ગઈ
સ્પા સેન્ટર પર પોલીસ આવતાં ભાગમભાગ મચી ગઈ હતી. મેનેજર તરીકે કામ કરતાં રાહુલ સિંહની પોલીસે ધરપકડ કરી છે. બંધ રૂમમાં પોલીસ દ્વારા મોકલવામાં આવેલાં નકલી ગ્રાહક સાથે સંદિગ્ધ હાલતમાં એક યુવતીની પણ ધરપકડ કરી છે. સ્પા સેન્ટરમાં અન્ય ચાર યુવતી પણ બેઠી હતી. તે યુવતીઓ પણ આ જ કામ કરતી હતી.

જ્યારે પોલીસે રેડ કરી ત્યારે તે કંઈ સમજી શકી નહોતી. પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. 2 યુવકો અને એક સ્ટાફને પોલીસે જેલમાં પુરી દીધા છે. હવે પ્રાથમિક તપાસ કર્યા પછી પીટા એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

પહેલાં પણ થઈ ચૂકી છે કાર્યવાહી
આ સ્પા સેન્ટર પર એક વર્ષ પહેલાં પણ પીટા એક્ટ અંતર્ગત કાર્યવાહી થઈ ચૂકી છે. શહેરના અધિકારી પ્રેમદાન રતનૂએ જણાવ્યું કે, થોડાક સમય પહેલાં દરેક સ્પા સેન્ટર પર રેડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, કોઈ અનૈતિક કામ થવું જોઈએ નહીં. આ ઉપરાંત સ્વામી બુદ્ધ સ્પા સેન્ટરના સંચાલકોને કોઈ ડર નહોતો. હવે પીટા એક્ટ અંતર્ગત તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page