Only Gujarat

FEATURED National

માતાએ દીકરીને પ્રેમીને મળવા જવાની પાડી ના, છતાંય લાડલી ગઈ અંતે મોત એવું મળ્યું કે…

લખનૌઃ શહેરના કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી હોટલ મોમેન્ટના ત્રીજા માળે આવેલા 310 નંબરમાંથી ગુરુવારે (છ ઓગસ્ટ) બપોરે પ્રેમી કપલ રાહુલ (21) અને નેન્સી (21)ના મૃતદેહો મળ્યા. હોટલ મેનેજમેન્ટની સૂચના પર પોલીસ પહોંચી અને રૂમનો દરવાજો તોડ્યો તો યુવતીનો મૃતદેહ સોફા પર જ્યારે યુવકનો મૃતદેહ નાયલૉનની દોરી વડે પંખાના આધારે ફાંસો ખાધેલી સ્થિતિમાં લટકતો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ યુવકે ફાંસો ખાધો હતો.

કાંટા-ચમચી વડે નેન્સી પર કર્યા પ્રહારઃ એસીપીએ આ કેસ અંગે જણાવ્યું કે, રાહુલ અને નેન્સીએ બુધવારે (પાંચ ઓગસ્ટ) બપોરે 12.40એ હોટલ મોમેન્ટમાં રૂમ બુક કર્યો હતો. સાંજે 4 કલાકે નાસ્તામાં ફાસ્ટ ફૂડનો ઓર્ડર આપ્યો. રાતે ડિનર કરતા સમયે જ બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હશે. એવી આશંકા છે કે, ઝઘડાના કારણે રાહુલે ખાવા માટે વાપરતા કાંટા-ચમચાનો ઉપયોગ નેન્સીના ગળા તથા પેટ પર પ્રહાર કરવા માટે કર્યો હતો. તે પછી નેન્સીનું ગળુ દબાવી સોફા પર જ તેની હત્યા કરી હતી. તે પછી રાહુલે નાયલૉનની દોરી વડે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી.

કાર વડે હોટલ પહોંચ્યા, મોબાઈલ બંધ હોવાથી લોકેશન ના મળ્યુંઃ સરોજની નગરના એસઆઈ આનંદ કુમાર શાહીએ જણાવ્યું કે, રાહુલે બપોરે ફોન કરી નેન્સીને મળવા બોલાવી. બંને વચ્ચે વાતચીત સાંભળ્યા બાદ ભાનુમતિએ દીકરીને ના પાડી કે તે રાહુલને મળવા ના જાય. પરંતુ નેન્સીએ છેલ્લી વખત મળવા જવાની વાત કરી. લૉન્ગ ડ્રાઈવ પર નીકળ્યા બાદ બંને સીધા હોટલ પહોંચ્યા હતા. જ્યારે નેન્સી મોડે સુધી ઘરે ના આવી તો માતાને ચિંતા થઈ અને તેમણે ડ્યૂટી પરથી પરત આવેલા પતિને જાણ કરી. મોડી રાતે 11.30 કલાકે નેન્સીના માતા-પિતાએ રાહુલ વિરુદ્ધ દીકરીને ભગાવી ગયાની ફરિયાદ નોંધાવી. બંનેના મોબાઈલ ફોન બંધ હોવાથી લોકેશન મળતું નહોતું.

બંનેએ પરિવારજનોને કર્યા હતા ફોનઃ પોલીસે જણાવ્યું કે, રાહુલે બુધવારે પોતાની માતાને કોલ કરી કહ્યું કે, તે પરત નહીં આવે અને આત્મહત્યા કરી લેશે. માતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ફોન કટ કરી લીધો. તે પછી મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. સાંજે 4 કલાકે નેન્સીએ પણ પોતાની માતાને ફોન કર્યો હતો. થોડીવાર પછી તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો.

You cannot copy content of this page