Only Gujarat

National TOP STORIES

સુંદરતાની અપ્રિતમ મૂરત હતી આ રાજકુમારી, જોતા જ રાજકુમારો પડી જતા પ્રેમમાં

નવી દિલ્હીઃ આજના સમયે યુવકો સ્લિમ, સાફ ચેહરો, રંગ અને શરીરની રચના પર ફિદા થઈ યુવતીના પ્રેમમાં બનવાનું ચલણ ઘણું વધારે જોવા મળે છે. જોકે 19મી સદીમાં મેદસ્વી લોકોને સુંદર વ્યક્તિઓ તરીકે ઓળખવામા આવતા. રસપ્રદ વાત એ છે કે, પાતળા અને ફિટ લોકોને 19મી સદીમાં લોકો વધુ પસંદ કરતા નહોતા.

19મી સદીમાં એક રાજકુમારી એવી હતી જેની પર લોકો ફિદા હતા. ઈરાનમાં મૂંછોવાળી રાજકુમારી ત્યારે ઘણી જ લોકપ્રિય હતી. આ રાજકુમારીનું નામ ‘ઝહરા ખાનમ તગજ એસ-સલ્ટાનેહ’ હતું. તે સમયે તેને વિશ્વની સૌથી સુંદર રાજકુમારી કહેવામા આવતી હતી. તે આજના સમયમાં સુંદર યુવતીઓ જેટલી તો નહોતી.

પરંતુ રાજકુમારી ઝહરા માટે 2 વસ્તુઓ ઘણી ખાસ હતી. એક તો તે શાહી પરિવાર સાથે જોડાયેલી હોવાને કારણે ઘણી ધનિક હતી. બીજી તરફ તે પોતાના દેશમાં સૌથી શિક્ષિત મહિલાઓમાંથી એક હતી. રાજકુમારી ઝહરા દેખાવે મેદસ્વી હતી, મૂંછો હતી. તેમ છતાં તેને લગ્નના ઘણા પ્રસ્તાવ આવતા હતા અને તે તમામમાં ઈન્કાર કરી દેતી હતી.

રાજકુમારી દ્વારા લગ્ન પ્રસ્તાવ ફગાવવામાં આવતા 13 રાજકુમારોએ આત્મહત્યા કરી હોવાના એહવાલ છે. રાજકુમારીને કુલ 145 જેટલા લગ્ન પ્રસ્તાવ મળ્યા હતા. રાજકુમારી ઝહરાએ એટલા માટે લગ્ન પ્રસ્તાવ ફગાવ્યા હતા કારણ કે તે પોતાના પ્રેમી ફારસી રાજા નાસિર અલ-દીન શાહ કઝરને પરણી હતી.

નાસિર અલ-દીન શાહ કઝરને 84 પત્નીઓ હતી, પરંતુ ઝહરા તેમની સૌથી નિક્ટ હતી. પરિણીત હોવા છતાં ઝહરાનું ઘણા રાજકુમારો સાથે અફેર હતું. જેના કારણે જ તેના લગ્ન તૂટ્યા હતા. ઝહરા મહિલાઓના સંઘર્ષો મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો અને ઘણા મામલે તે સફળ પણ રહી હતી.

You cannot copy content of this page