Only Gujarat

National

પૈસા માટે આ મહિલાએ કર્યા છે પાંચ-પાંચ લગ્ન, છેલ્લા પતિનો અંત એવો કે પરિવાર ધ્રૂજી ઉઠ્યો

એક ખૂબ જ હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. પત્નીના ત્રાસથી એક પતિએ ઝેર ખાઈને સુસાઈડ કરી લીધો હતો. યુવાનના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. બંને વચ્ચે ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ હતી. તપાસમાં એ વાત સામે આવી કે છોકરીના પહેલાં જ ચાર લગ્ન થયા હતા. તેને 10 વર્ષનો દીકરો છે. આ લૂંટેરી દુલ્હને ભાઈ-બહેન, માતા-પિતા બનાવીને જે લોકો સાથે ઓળખાણ કરાવી હતી, તે તમામ નકલી હતી. દહેજનો કેસ કરીને મસમોટી રકમ પણ લીધી હતી.

આ શોકિંગ બનાવ રાજસ્થાનના ઉદયપુર બન્યો છે. સુસાઈડ કરનાર યુવકનું નામ સૈનિક સિંહ ઉર્ફે સુમિત હતું. સુમિત તેની નાની સાથે રહેતો હતો અને ડ્રાઇવરની નોકરી કરતો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તેના લગ્ન તનુષ્કા ઉર્ફે ભારતી સાથે થયા હતા. લગ્નના મહિના બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તનુષ્કા ઘર છોડીને જતી રહી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં દહેજ વિરુદ્ધ કેસ કર્યો હતો. બંને વચ્ચે સમાધાન થયું હતું. ચર્ચા છે કે તે પાંચ લાખ રૂપિયા માટે સુમિતને હેરાન કરતી હતી.

તપાસમાં એ વાત સામે આવી કે સુમિત, 11 ઓક્ટોબરના રોજ ઘરમાં એકલો હતો. નાની બહાર ગઈ હતી. મોડી સાંજ સુધી ઘરમાં કોઈ હલનચલન ના થતાં પડોશીઓએ જઈને જોયું હતું. ઘરમાં સુમિત બેભાન હતો. તેને નિકટની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

પરિવારે પત્ની પર ગંભીર આરોપો મૂક્યા છે. લગ્ન માટે તેને જેટલા પણ સગાઓની ઓળખાણ કરાવી હતી, તમામ નકલી હતી. તેણે માત્ર પૈસા માટે લગ્ન કર્યા હતા.

ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ હતીઃરિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૈનિક તથા તનુષ્કાની મિત્રતા ફેસબુકના માધ્યમથી થઈ હતી. સૈનિકે પરિવારને જાણ કર્યા વગર તનુષ્કા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક મહિના સુધી પરિવારને જાણ થઈ નહોતી. એક મહિના બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ લગ્ન અંગે જાણ થઈ હતી.

ભારતીએ ચાર લગ્ન કર્યા હતાઃ પોલીસે કહ્યું હતું કે સૈનિક સિંહ સાથે લગ્ન કરનારી તનુષ્કાએ આ પહેલાં ચાર લગ્ન કર્યા હતા અને તેને 10 વર્ષનો દીકરો પણ છે. દરેક લગ્નમાં તનુષાએ મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ કરીને પૈસા લીધા છે. આ વખતે પણ કેસ કર્યા બાદ તે સૈનિક સિંહને હેરાન કરતી હતી.

You cannot copy content of this page