Only Gujarat

FEATURED National

વાસના અંધ ભાઈએ લજવ્યા સંબંધો, બહેન સાથે પહેલાં માણ્યાં શારીરિક સંબંધો અને પછી જે કર્યું એ તો…

પટના, બિહારઃ સંબંધોને કલંકિત કરતા સમાચાર બિહારના કિશનગંજ જિલ્લાથી સામે આવી રહી છે. જ્યા એક પરણિત ભાઈ જ સંબંધમાં બહેન થતી છોકરીને લગ્નનું વચન આપીને સાથે લઈ ગયો. અલગ-અલગ જગ્યાએ રાખીને તેની સાથે શારીરિક સંબંધો બનાવતો રહ્યો. આરોપ છે કે તેને ચંદીગઢ લઈ જઈને વેચી દીધી. તો, આરોપીને હવે પકડીને ઘરના લોકોએ પોલીસના હવાલે કરી દીધો છે, જેની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ ઘટના કિશનગંજ જિલ્લામાં કોચાધામન પ્રખંડના પીપલ ટોલાની છે.

ચાર મહિના પહેલા પીપલ ટોલાના કોલોની નિવાસી સુબહાન આલમ લગ્નનું વચન આપીને પિતરાઈ બહેનને પોતાની સાથે લઈ ગયો હતો. પીડિતા તેની દૂરની બહેન થાય છે. સુબહાન પહેલાથી પરણિત છે. પરંતુ, તે બહેન સાથે છુપાઈને ચોરી-છુપીથી શારીરિક સંબંધો બનાવતો હતો. આરોપ છે કે તેણે પહેલા એક-બે દિવસ તેને કિશનગંજના ખગડામાં રાખી. ફરી ડેમામારીમાં રહેતા એક સહયોગીના હવાલે કરી દીધી. જે બાદ તેના ચંદીગઢ લઈ જઈને વેચી દીધી.

પીડિતાએ સ્વજનોને ફોન પર પોતાની આપવીતી સંભળાવી ત્યારે હકીકત બહાર આવી. પીડિત પરિવારે યુવતીને પાછી લાવવા માટે સુબહાન પર દબાણ બનાવ્યું અને તેની જાણકારી ધારાસભ્ય મુજાહિદ આલમ સહિતના જનપ્રતિનિધિઓને આપી.

મંગળવાર (સાત જુલાઈ)એ અચાનક આરોપી યુવક પર ઘરના લોકોની નજર પડી. તેમણે ગ્રામજનોની મદદથી તેને પકડીને કોચાધામન પોલીસ સ્ટેશનની પોલીસને હવાલે કરી દીધો. થાનાધ્યક્ષ રંજન કુમારે જણાવ્યું કે પીડિતાના પિતાની ફરિયાદ પર મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે.

યુવતી ચંદીગઢમાં ક્યા છે તે મામલે આરોપી સાચી જાણકારી નથી આપી રહ્યો. જેના ફોન નંબરથી સ્વજનો સાથે યુવતીની વાતચીત થઈ હતી, તેને સર્વેલન્સ પર લઈને તપાસ કરવામાં આવી રહી છે. યુવતીને જલ્દી જ પાછી લાવવામાં આવશે.

You cannot copy content of this page