Only Gujarat

National

સ્વરૂપવાન કિન્નરની ષડયંત્રમાં ફસાયો કંપીનનો ડિરેક્ટર, રાત્રે રોડ પર જ ખેલાયો ખૂની ખેલ

રિયલ એસ્ટેટ કંપનીના સીનિયર સેલ્સ ડિરેક્ટર દેવાંશુની લૂંટ બાદ હત્યા કેસમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. દેવાંશુ તથા સતીષનું બાઈક કોઈ યુવતીએ નહીં, પરંતુ કિન્નરે અવાજ આપીને અટકાવ્યું હતું. ત્યાર બાદ કિન્નરના સાથી બે બદમાશોએ લૂંટ ચલાવી હતી અને વિરોધ કર્યો તો ચાકુથી હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળ નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કિન્નર તથા તેના સાથીને જોયા હતા. પોલીસે કિન્નર સહિત તેના બંને સાથીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ચકચારી બનાવ મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. અહીં બે દિવસ પહેલાં રિયલ એસ્ટેટ કંપીનીના સેલ્સ ડિરેક્ટર દેવાંશુ મિશ્રાની બે દિવસ પહેલા રાત્રે બે વાગ્યે હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સ્વરૂપવાન કીન્નર ઝોયા અને તેના બે સાથીઓ અલ્લુ અને અલીમની પણ ધરપકડ કરી છે.

રીવા નિવાસી દેવાંશુ મિશ્રા તેના મિત્ર સતીષની સાથે ઈન્દોરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. દેવાશું રિયલ એસ્ટેટ કંપીનીમાં સેલ્સ ડિરેક્ટર હતો. દરમિયાન બે દિવસ પહેલાં રાત્રે બે વાગ્યે દારૂના નશામાં દેવાંશુ તેના મિત્ર સતીષ સાથે જતો હતો ત્યારે ત્રણ લોકોએ તેમની બાઈકનો પીછો કર્યો હતો. દરમિયાન એક યુવતીએ અવાજ આપીને બાઈક થોભાવી હતી. અવાજ આપનાર યુવતી નહીં પણ કિન્નર ઝોયા હતી. બાઈક અટકાવ્યા બાદ તેમણે ખોફનાક અંજામ આપ્યો હતો.

આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે નશો કર્યા પછી ઢાબા પર જમવા જવા માટે તેમની પાસે પૈસા નહોતા. એટલા માટે તેમણે લૂંટનું પ્લાનિંગ કર્યું હતુ. રાત્રે અમે દેવાશું અને સતીષને આવતા જોયા હતા. જેવા નજીક આવ્યા કે અમે દેવાંશુના ગળામાં સોનાની ચેઈન જોઈ હતી. તેને લૂંટીને ભાગી જવાનો પ્લાન હતો. દિવાશું અને સતીષ દારૂના નશામાં હતા. અમે તેમનો પીછો કરીને બાઈકને દેવાંશુના એક્ટિવા નજીક લાવ્યા હતા. પછી પાછળ બેઠેલી કિન્નર ઝોયાએ સતિષને આંખ મારી હતી, જેથી દેવાશું અને સતીષ ઉભા રહી ગયા હતા.

આરોપીઓએ પ્લાન મુજબ પહેલાં કિન્નર જોયાએ બંનેને વાતોમાં રોકી રાખ્યા હતા. જેવા આરોપીઓએ દેવાંશુના ગાળમાં ચેન પર ઝપટ મારી તેણે વિરોધ કર્યો હતો. દરમિયાન આ લડાઈ જોઈને અલ્લુ નામના આરોપીએ દેવાંશુ પર છરીથી હુમલો કર્યો હતો અને ત્રણેય ભાગી ગયા હતા. ઘટના બાદ સતીષ ઈજાગ્રસ્ત દેવાશુંને લઈને ફ્લેટ પર ગયો હતો. સવારે ઉઠીને જોયું તો દેવાંશુ મોત થઈ ચૂક્યું હતું. આ કેસમાં દેવાંશુના પરિવારજનોએ પહેલાં મિત્ર સતીષ પર હત્યાનો આરોપ મૂક્યો હતો. જોકે પછી પોલીસ તપાસમાં અન્ય જ ખુલાસો થયો હતો.

હજારો ગાડીઓ જોઈ અને પછી બાઇક પર યુવતી જોવા મળીઃ ઘટના બાદ પોલીસે આ કેસમાં સતીશને જ શંકાસ્પદ જાહેર કર્યો હતો. સતીશના નિવેદનને આધારે પોલીસે કલાકો સુધી આવા બાઇક સવારની શોધ કરી હતી, જેમાં પાછળની સાઇડ યુવતી બેઠી હોય. સત્ય સાઇ ચારરસ્તાથી બોમ્બે હોસ્પિટલની વચ્ચે હજારો કાર જોયા બાદ પોલીસે યુવતી તથા બદમાશને દેવાંશુની બાઇકનો પીછો કરતા હતા તે શોધી કાઢ્યું હતું. પોલીસે ગુનેગારોને પકડ્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે યુવતી નહીં, પરંતુ તે કિન્નર છે.

મિત્રને બતાવવામાં આવ્યા અનેક આરોપીના ચહેરાઃ પોલીસે સતીશના નિવેદનને આધારે રાત્રે 2 વાગે આઝાદ નગર વિસ્તારમાંથી કિન્નર ઝોયા, બદમાશ અલ્લુ તથા અલીમને પકડ્યા હતા. સતીશે ત્રણેયને ઓળખી કાઢ્યા હતા. ત્રણેય આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે.

અનેક વિવાદમાં આવી ચૂક્યું છે કિન્નર ઝોયાનું નામ: આઝાદ નગરમાં રહેતી કિન્નર ઝોયા આ પહેલાં પણ અનેક વિવાદમાં ફસાઈ ગઈ છે. કિન્નર ઝોયા પોતાના કોઈ પણ સાથી સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપે છે. પછી ત્યાંથી ફરાર થઈ જાય છે. દારૂની લત હોવાને કારણે તેનું નામ અનેક ઘટનાઓમાં આવી ચૂક્યું છે.

You cannot copy content of this page