Only Gujarat

FEATURED National

ભારતમાં ઓક્ટોબર સુધીમાં કોરોનાની રસી આવશે, આખી દુનિયા જોશે ભારતની તાકાત

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 50 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 3.4 લાખ લોકોનાં મોત નીપજ્યા છે. પરંતુ હજી સુધી કોરોનાની વેક્સિન બનવાવી આશા દેખાઈ રહી નથી. પરંતુ હવે કેટલાંક મીડિયા રિપોર્ટમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતને ઓક્ટોબર મહિનામાં વેક્સિન મળી શકે છે. એટલું જ નહીં આ વેક્સિન ફક્ત 1000 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે.

મીડિયા રિપોર્ટમાં ભારતની વેક્સિન નિર્માતા કંપની ‘સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’ના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે. સીરમ દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. જોકે, આ દાવો કેટલો સાચો છે તે તો સમય જ બતાવશે.

દુનિયાભરમાં 115 રસી બની રહી છેઃ વિશ્વભરના દેશો કોરોનાવાઈરસની રસી બનાવવામાં વ્યસ્ત છે, 23 મે સુધીમાં, 115 રસી રજીસ્ટર્ડ કરાવવામાં આવી છે. તે કોઈને કોઈ સ્ટેજ પર છે. જોકે, WHOએ આમાંથી ફક્ત 7-8 ને જ સૌથી આગળ માની છે. પરંતુ ભારતમાં આ રસી કેટલાં સમયમાં આવશે અને તેના સફળ થવાનાં કેટલાં ચાન્સ છે, તે બધું ફક્ત એક રસી ઉપર નિર્ભર છે.

ભારતની આશા જે વેક્સિન પર ટકેલી છે, તે ઓક્સફોર્ડ યૂનિવર્સિટી દ્વારા બનાવવામાં આવી રહેલી chAdOx1 nCoV_19 રસી છે. તેની ટ્રાયલ 23 એપ્રિલથી શરૂ થઈ છે. આ રસી બનાવતા વૈજ્ઞાનિકોનો દાવો કરે છે કે આ રસી પ્રોટીન રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોવિડ-19ની રસીનું પરિક્ષણ મે મહિના સુધીમાં 500 લોકો પર કરાશે. યુનિવર્સિટીમાં વેક્સીનોલોજીસ્ટના પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે આ માહિતી ધ લેન્સેટ મેગેઝિનને આપી હતી. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, આ રસી 18થી 55 વર્ષનાં લોકો પર અજમાવવામાં આવી રહી છે.

રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. આ પછી, તેનું મોટાપાયે ઉત્પાદન શરૂ થશે. આ કોરોનાવાઈરસને દૂર કરવામાં મદદ કરશે. પ્રોફેસર ગિલ્બર્ટે 1994 માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રસી પર સંશોધન શરૂ કર્યું હતું.

શરૂઆતમાં, આ રસીનું વાંદરાઓ ઉપર પરીક્ષણ કરવામાં આવતું હતું. શરૂઆતમાં, તેના સારા પરિણામો જોવા મળ્યાં. પરંતુ પાછળથી ખબર પડી કે આ રસી વાંદરાઓમાં કોરોના ચેપને રોકવામાં વધારે સફળ હોવાનું જણાતું નથી.

જોકે, જે વાંદરાઓમાં ચેપ દખાયો છે. તેમએ ન્યૂમોનિયા અને વાયરલ થવાના લક્ષણો દેખાયા નથી. તેથી, નિષ્ણાતો માને છે કે આ રસી આંશિક રીતે સફળ છે. હવે નિષ્ણાતોએ તેના આગામી તબક્કાના ટ્રાયલની તૈયારી કરી છે. અમેરિકન સરકારે પણ આ રસી માટે નાણાં પણ આપ્યા છે.

આ રસી બનાવવા માટે ભારતીય કંપનીએ કમર કસી લીધી છે. કંપનીએ ઓક્સફર્ડ સાથે ભાગીદારી પણ કરી છે.

You cannot copy content of this page