Only Gujarat

National

પતિએ તરછોડી તો પત્નીએ ઘટાડ્યું વજન ને દેખાવા લાગી સુંદર પાતળી નાર!

લગ્ન બાદ મહિલાઓનું જીવન ઘણું જ પડકારજનક થઈ જાય છે, કારણ કે એક બાજુ તેના પોતાના સપના હોય છે અને બીજી બાજુ પરિવાર-બાળકોની જવાબદારી હોય છે. આ બધું કરતાં કરતાં મહિલાના જીવનમાં અનેક મુશ્કેલી આવે છે. આ મુશ્કેલી ઘણીવાર લગ્નજીવન તબાહ કરી દેતી હોય છે. આજે અમે એક એવી મહિલાની વાત કરીશું, જે વર્કિંગ વુમન હતી, પરંતુ પતિએ છોડી દીધી હતી. તેણે સંબંધો બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ ના સુધરતા તેણે જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું.

કોણ છે પ્રિયા? મિસ ઇન્ડિયા વર્લ્ડ ઇન્ટરનેશનલ 2022નો અવોર્ડ જીતનાર પ્રિયા પરમિતા પૉલ મુંબઈમાં રહે છે. તે આઇટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તથા લાઇફ કોચ છે. તેણે કહ્યું હતું કે તેણે જીવનમાં અનેક ચઢાવ-ઊતાર જોયા છે, પરંતુ હિંમત હારી નથી. તેણે નક્કી કર્યું હતું કે તે ક્યારેય હાર માનશે નહીં, લાઇફમાં ત્યાગ કરવાથી કંઈ જ થશે નહીં. તે તમામ સપના પૂરાં કરશે. તેણે નાનપણમાં બ્યૂટી પેજન્ટ બનવાનું સપનું જોયું હતું અને આજે તે પૂરું થયું.

હસબન્ડે છોડી, નોકરી પણ ગઈઃ પ્રિયાએ કહ્યું હતું કે 2016માં લગ્ન બાદ તે સાસરે વ્યવસ્થિત રીતે રહેતી હતી. નોકરી પણ હતી. તે સાસુ-સસરા, પતિના બે ભાઈ તથા પતિ સાથે રહેતી હતી. થોડાં મહિના બાદ પતિ અલગ રહેવા જતો રહ્યો. એક દિવસ જ્યારે તે ઓફિસમાં હતી તો પતિનો મેઇલ આવ્યો કે તે તેની સાથે રહી શકશે નહીં. તેણે અનેક ફોન ને મેસેજ કર્યા, પરંતુ કંઈ જ પ્રતિક્રિયા આવી નહીં.

પછી ખબર પડી કે પતિનું અન્ય યુવતી સાથે અફેર હતું. પછી તે પિયર આવી ગઈ. બે વર્ષ સુધી પતિને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો નહીં. બે વર્ષમાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી. આ જ કારણે તેની નોકરી જતી રહી હતી. નોકરી ગયા બાદ ઘરના હપ્તા તથા અન્ય ખર્ચાઓએ તેનું ટેન્શન વધારી દીધું હતું. તેણે પ્રયાસો કરવાના બંધ કરી દીધા હતા. 2018માં ડિવોર્સ થયા હતા.

આ રીતે ચેન્જ કરીઃ વધુમાં પ્રિયાએ કહ્યું હતું કે તે નાનપણથી બ્યૂટી પેજેન્ટ બનવા માગતી હતી. જોકે, રૂઢીવાદી વિચારસરણીને કારણે તેણે આ સપના છોડી દીધા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં તેણે પોતાની બૉડી પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને સપનાઓને પૂરું કરવાનું નક્કી કર્યું હતું. તેણે સેલ્ફ હીલિંગ, યોગ વગેરેની મદદ લીધી હતી.

પ્રિયાએ ઉમેર્યું હતું કે તેણે બ્યૂટી પેજેન્ટમાં ભાગ લેવાનું નક્કી કર્યું. પર્સનાલિટી પર કામ કર્યું. તે સ્ટ્રેસમાં રહેતી હતી અને તેથી જ તેણે સ્ટ્રેસ ઓછો કરવાનું નક્કી કર્યું હતું. તેણે મેન્ટલી સ્ટ્રેસ ઓછું કામ કરવાનું નક્કી કર્યુ અને 10 કિલો વજન ઘટાડ્યું. પછી તે ઘણી સ્ટ્રોંગ, બોલ્ડ ને આત્મવિશ્વાસુ બની હતી. આજે તે મિસિસ ઇન્ડિયા વર્લ્ડની ફાઇનાલિસ્ટ છે. તે આગળ આ જર્નીને ચાલુ રાખવા માગે છે.

You cannot copy content of this page