Only Gujarat

FEATURED National

આ કાતિલ મહિલા ગુજરાતના આદિવાસીઓને ભડકાવી રહી હતી, વિરોધ કરવા પર થતાં આવા હાલ

રાંચી, ઝારખંડઃ દરેક સુંદર ચહેરા પાછળ સારા વિચારો જ હોય એ જરૂરી નથી. ક્યારેક દેશી તો ક્યારેક મોર્ડન ગેટઅપમાં જોવા મળતી આ યુવતી એક્ટ્રેસ નહીં પરંતુ નક્સલવાદીઓની લીડર બબીતા કચ્છપ છે. તે આદિવાસી ગામમાં સરકાર વિરુદ્ધ રહી સશસ્ત્ર આંદોલન પત્થલગઢીની માસ્ટરમાઈન્ડ છે. તેને પકડવા માટે પોલીસ ઘણા સમયથી સક્રિય હતી પરંતુ તે હાથમાં આવતી નહોતી. ચોંકાવનારી વાત એ છે કે બબીતા મીડિયાની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહેતી. બબીતા અને 2 અન્ય નક્સલવાદી ભાઈ સામૂ અને બિરસા ઔરેયાને ગુજરાત એટીએસની ટીમે મહિસાગર જીલ્લાના સંતરામપુરથી પકડી પાડ્યા. બબીતાના હાથમાં રાંચી-ખૂંટીની આસપાસ આદિવાસી ગામમાં પત્થલગઢી આંદોલનની કમાન હતી.

બબીતા ગેંગનો એક ખાસ સાથી યુસુફ પૂર્તિ હજુ ફરાર છે. બબીતાની ધરપકડ બાદ હવે યુસુફ જ સંગઠનમાં મોટો ચેહરો બાકી છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં પશ્ચિમ સિંહભૂમના નક્સલ પ્રભાવિત ગુદડી પોલીસ સ્ટેશનના ગુદડી પોલીસ સ્ટેશન હેઠળ આવતો બુરુગુલીકેરા ગામમાં પત્થલગઢી સમર્થકોએ ઉપસરપંચ જેમ્સ બુઢ સહિત 7 લોકોની પંચાયત સભા દરમિયાન જ જાહેરમાં હત્યા કરી હતી. નક્સલવાદીઓએ વોટર આઈડી, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો ચોરી લીધા હતા.

આ છે બબીતા અને પત્થલગઢી આંદોલનની કહાણીઃ બબીતા વિરુદ્ધ ઝારખંડમાં ઘણા કેસ નોંધાયેલા છે. પત્થલગઢી આંદોલનના કારણે દેશદ્રોહ સહિત મોટા કેસ પણ બબીતા વિરુદ્ધ નોંધાયેલા છે. એકવાર બબીતાએ ભંડારામાં એસપી સહિત ડઝનેક પોલીસકર્મીઓ બંધક બનાવી લીધા હતા. બબીતાએ ગેરકાયદે પદ્ધતિથી પોતાની બેંક પણ શરૂ કરી હતી.


બબીતાએ ઝારખંડના દિગ્ગજ નેતાઓમાં સામેલ કરિયા મુંડાના ઘર પર હુમલો કરી સિક્યોરિટી ગાર્ડ્સ પાસેથી હથિયાર લૂંટી લીધા હતા. બબીતા આદિવાસી ગામમાં પત્થલગઢી આંદોલન થકી ગામના લોકોને સરકાર અને બંધારણ વિરુદ્ધ ભડકાવતી હતી. જે ના માનતા તેમને સજા આપતી.

ખૂંટીના એસપી આશુતોષ શેખરે કહ્યું કે, ‘બબીતાને ઝારખંડમાં પણ રિમાન્ડ પર લેવાનો પ્રયાસ કરવામાં આવશે.’ ઝારખંડથી શરૂ થયેલા પત્થલગઢી આંદોલન છત્તિસગઢ સુધી ફેલાયું હતું. આદિવાસીઓને જળ-જમીન અને જમીન પરના અધિકાર અપાવનાર પત્થલગઢી આંદોલનના સમર્થકો ગામના લોકોને એક કરી રહ્યાં છે. પત્થલગઢી આંદોલન બેઠકો યોજી લોકોનું સમર્થન મેળવવાનું કામ કરી રહ્યાં છે. ગામમાં પત્થરના બોર્ડ લગાવી પોતાના આંદોલનનું એલાન પર કરી દીધું છે.

પત્થલગઢી આંદોલનના સમર્થક એવા દુર્ગમ ગ્રામીણ વિસ્તારો પર ફોકસ કરે છે, જ્યાં સરકારી લોકો ઝડપથી પહોંચી શકતા નથી. જે લોકો આંદોલનને સમર્થન નથી આપતા તેમની સાથે લોહિયાળ જંગ લડવામાં આવે છે.

આદિવાસીઓમાં પત્થલગઢી એક જુની પરંપરા છે. તે હેઠળ ગામના લોકો ગામની સરહદે પત્થર ગાઢે છે. જેની પર અનિચ્છિત લોકોના ગામમાં પ્રવેશવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવે છે. જોકે હવે આ પત્થરો પર ભારતીય બંધારણની ખોટી વ્યાખ્યા લખી ગામના લોકોને ઉશ્કેરવામાં આવે છે.

You cannot copy content of this page