Only Gujarat

FEATURED International

તમારી બોડીમાં આ એક સિસ્ટમ છે જે કોરોના વાયરસની કરે છે ઓળખ? જાણો તે શું છે?

શરીરમાં થતી શરદીનું સંક્રમણ કોરોનાવાયરસને ઓળખવામાં મદદ કરી શકે છે. સંશોધનકારોનું કહેવું છેકે, શરીરમાં મળતા ટી-સેલ્સ ઈમ્યૂન સિસ્ટમની મેમરીને એટલી વધારી દે છેકે, કોલ્ડ વાયરસની જેમ કોરોના વાયરસને પણ ઓળખી કાઢે છે અને તેની સામે લડી શકે છે. કોરોનાનાં અમુક દર્દીઓમાં સંક્રમણના સામાન્ય લક્ષણો દેખાઈ રહ્યા છે, તેનું કારણ આ ટી-સેલ્સ છે.

જર્નલ સાયન્સમાં પ્રકાશિત શોધ મુજબ, સંક્રમણને રોકવા માટે શરીરનાં ટી-સેલ્સ મહત્વનો રોલ પ્લે કરે છે. આ ટી-સેલ્સ સામાન્ય રીતે થતા શરદી સામે લડે છે. રિસર્ચમાં સામે આવ્યુ છેકે, આ કોશિકાઓને કારણે અમુક દર્દીઓમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો દેખાય છે.

આ રીતે તેમની એક્ટિવિટીની ઓળખ કરાઈ
સંશોધનકારો મુજબ, રિસર્ચમાં સામેલ અમુક લોકો હતા, જેઓને ક્યારેય પણ કોરોનાનો ચેપ લાગ્યો નથી પરંતુ તેમના ટી-સેલ્સ ઘણી સંખ્યામાં બન્યા હતા. આ કોશિકાઓ કોરોનાવાયરસ સિવાય ચાર અન્ય રીતે કોમન કોલ્ડ કોરોનાવાયરસને પણ ઓળખવામાં સક્ષમ છે. શરીરમાં વાયરસ પહોંચવા પર આ કોશિકાઓ તેને ટ્રેક કરીને ખતમ કરવાનાં પ્રયાસો કરે છે.

એટલા માટે કોરોનાનાં લક્ષણો હલકા દેખાય છે
રિસર્ચ કરનારા અમેરિકાનાં લા ઝોલા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈમ્યૂનોલોજીનાં સંશોધનકાર ડેનિએલા વિસકૉપનું કહેવું છેકે, અમે સાબિત કર્યુ છેકે, અમુક લોકોમાં પહેલાંથી જ હાજર ટી-સેલ્સ કોરોના સામે લડવામાં મદદ કરે છે.

આ રિસર્ચ એ વાતને સાબિત કરવામાં મદદ કરે છેકે, અમુક લોકોમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો પહેલાંથી જ કેમ દેખાય છે. એવાં લોકોમાં આ કોશિકાઓ કોરોના સામે લડતી હોય છે, જેથી કોરોના વાયરસ પોતાની અસર છોડી શકતો નથી. એટલા માટે લક્ષણો સામાન્ય દેખાય છે.

40થી 60 ટકા દર્દીઓમાં બન્યા ટી-સેલ્સ
એક અન્ય શોધમાં સામે આવ્યુ છેકે, જે લોકોમાં કોરોનાવાયરસનું સંક્રમણ ક્યારેય થયુ નથી, એવાં 40થી 60 ટકા લોકોમાં ટી-સેલ્સની સંખ્યા વધારે જોવા મળી છે.

આ રિસર્ચ કહે છે કે, એવાં લોકોમાં આ કોશિકાઓએ ઈમ્યૂન સિસ્ટમને પુરી રીતે ટ્રેંડ કરી દીધી છે. એવાં લોકોમાં ઈમ્યૂન સિસ્ટમ કોરોનાવાયરસને ઓળખી શકતી નથી. નેધરલેન્ડ, જર્મની, સિંગાપોર અને બ્રિટનમાં આ વિષય પર અલગ-અલગ રિસર્ચમાં આવી વાતો સામે આવી છે.

You cannot copy content of this page