Only Gujarat

Bollywood

આ બીમારીથી પીડાતો હતો સુનીલ શેટ્ટી, પણ આજે છે એટલો ફિટ કે બીમારી પણ થઈ ગઈ છૂમંતર

મુંબઈઃ સુનીલ શેટ્ટી પોતાની એક્ટિંગ અને ફિલ્મ્સની સાથે પોતાની બોડી ફિટનેસને કારણે પણ ઘણો ચર્ચામાં રહે છે. 58 વર્ષની વયે પોતાની ફિટ બોડીથી ફેન્સને પ્રેરણા આપે છે. એવામાં સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈ ટાઈગર શ્રોફ સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ ચોંક્યા હતા. ઉલ્લેખનીય છે કે સુનિલ શેટ્ટીના સસરા આઈ એમ કાદરી અમદાવાદના હતાં. આઈ એમ કાદરીના પિતા મુસ્તુફા કાદરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પહેલા ડેપ્યુટી મેયર હતા.


રોજ 40-45 મિનિટ એક્સરસાઈઝ કરે છે સુનીલ શેટ્ટીઃ પોતાની ફિટનેસ મુદ્દે એકવાર ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તે રોજ ઓછામાં ઓછી 45 મિનિટ જેટલો સમય એક્સરસાઈઝ કરે છે, આ સાથે પોતાની ડાયટનું પણ ધ્યાન રાખે છે. સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેમને અગાઉ જીમ જવું ગમતું નહોતું, તેથી તે પુલઅપ્સ, પુશઅપ્સ, સૂર્યનમસ્કાર, દંડ બેઠક અને યોગાના આસનો કરતો હતો. આ ઉપરાંત તે માર્શલ આર્ટ્સ અને ફોરહેડ એક્સરસાઈઝ કરતો હતો.


સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ફિટ બોડી કંઈ એક દિવસમાં ના બનાવી શકાય. તમારે રોજ મહેનત કરવાની જરૂર છે. તે માઈગ્રેનના કારણે તણાવમાં રહેતો હતો, જે કારણે વધુમાં વધુ સમય ઘર પર જ પસાર થવા લાગ્યો. આ માટે દવાઓ પણ લેવી પડતી હતી. તે પછી કોઈએ સુનીલને યોગાની સલાહ આપી. પ્રાણાયમ માઈગ્રેનની પીડાને ઘટાડે છે. યોગાનો લાભ સુનીલ શેટ્ટીને માઈગ્રેનની પીડાથી મુક્તિ મેળવવામાં તો થયો પરંતુ સાથે શરીરને ઘણી રાહત મળી. આજે તે પોતાને ઘણો એનર્જેટિક અનુભવે છે.


સુનીલ શેટ્ટીનું વર્કઆઉટ શેડ્યુલઃ 1. તે સવારે 5 વાગ ઉઠી 2 કલાક વિવિધ એક્સરસાઈઝ કરે છે. 2. તે પોતાના દિવસનો પ્રારંભ યોગા અને પ્રાણાયમ થકી કરે છે. તે પછી જીમમાં 40-45 મિનિટ મહેનત કરે છે. 3. તે 20 રેપ્સ લાઈટ વેટ ટ્રેનિંગ કરે છે. તે પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને જ એક્સરસાઈઝ કરે છે. 4. તે એક્સરસાઈઝના વિવિધ પ્રકારના 304 સેટ પર ફોક્સ કરે છે, મશલ્સના એક અલગ સેટ પર પણ ધ્યાન આપે છે. 5. તેના મતે યોગ્ય વર્કઆઉટ પ્રારંભિક 20 મિનિટના વોર્મઅપ બાદ શરૂ થાય છે.

ડાયટ પ્લાનઃ સુનીલ શેટ્ટીને પ્રોટીન શેક, સ્ટેરૉયડ અને સપ્લીમેન્ટ્સ લેવામાં જરાય રસ નથી. તે નેચરલ ફ્રૂટ્સ-ફૂડ લેવામાં માને છે. જે સ્વાસ્થ માટે લાભદાયી છે. સુનીલે જણાવ્યું કે, તેના દાદા-દાદી દવામાં હળદરનો ઉપયોગ કરે છે. તેમાં એન્ટીસેપ્ટિકના ગુણ હોય છે.

You cannot copy content of this page