Only Gujarat

Bollywood FEATURED

સુશાંત બાદ વધુ એક અભિનેતાનો આપઘાત, લાડકવાયાના મોતથી માતાનું હચમચાવી દેતું કરૂણ આક્રંદ

બોલીવુડ અભિનેતા સુશાંતની જેમ હાલમાં જ મુંબઇમાં ભોજપુરી ફિલ્મ અભિનેતા અક્ષત ઉત્કર્ષની સંદિગ્ધ મોતના મમાલામાં એક નવી વાત સામે આવી છે. તેના પિતાના જણાવ્યા અનુસાર, અભિનેત્રી સ્નેહા ચૌહાણ જે તેની રૂમ પાર્ટનર હતી, જે લગ્ન માટે દબાણ કરી રહી હતી. જોકે, પુત્ર તૈયાર ન થતાં તેની હત્યા કરાઈ હતી. હાલમાં પોલીસ પીડિતના પિતાની અરજીને લઈને તપાસની વાત કરી રહી છે. જણાવી દઇએ કે અક્ષત ઉત્કર્ષના પરિવારનો બિહારના રાજકારણ સાથે ઉંડો સંબંધ હતો.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં પિતરાઇ ભાઈ નીરજકુમાર સિંહ બબલુ છાતાપુરના ધારાસભ્ય છે. તેઓ ભાજપમાંથી રાજકારણમાં છે, જ્યારે અક્ષત ઉત્કર્ષના દાદા ડો. રામકિશોર ચૌધરી 1980-85 ના ગાળા દરમિયાન ભાકપાના અગ્રણી નેતા હતા, જેઓ પાછળથી કોંગ્રેસમાં જોડાયા હતા. એમપીએસ વિજ્ઞાન કોલેજના આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા.

અક્ષત ઉત્કર્ષ મૂળરૂપથી સિવાઈપટ્ટી થાનાના સૂરજન પકડી ગામનો રહેવાસી હતો. સિકંદરપુરના નાલા રોડમં તેનું મોટું મકાન છે. વિજયંત ચૌધરી ઉર્ફે રાજૂ ચૌહાણનું એકમાત્ર સંતાન હતો. તેના પિતા જનરેટરમાંથી વીજળી પુર પાડવાના કારોબાર સાથે જોડાયેલાં હતા. તો કાકા વિક્રાંત કિશોર મઝફ્ફરપુર કૃષિ વિભાગમાં કાર્યરત હતા. થોડા વર્ષ પહેલાં તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ હતુ.

અક્ષત ઉત્કર્ષે લખનઉની એમિટી યુનિવર્સિટીમાંથી એમબીએનું ભણતર પૂરું કર્યું હતુ. આ પછી તે ફિલ્મના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયો હતો.

તેના પતિ રાજુ ચૌહાણના જણાવ્યા મુજબ તે અંધેરી પશ્ચિમમાં ત્રણ રૂમના ફ્લેટમાં રહીને સંઘર્ષ કરી રહ્યો હતો. તે ફ્લેટના એક રૂમમાં સ્નેહા ચૌહાણ અને બીજામાં યશ નામનો યુવક રહેતો હતો. યશ આ દિવસોમાં ઘરે ગયો હતો.

મુઝફ્ફરપુર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી અરજી મુજબ, રાજુ ચૌહાણે આરોપ લગાવ્યો છે કે સ્નેહા તેની બહેન દ્વારા લગ્ન કરવા માટે અક્ષત પર દબાણ લાવી રહી હતી, જ્યારે તેણે ના પાડી. સાથે તેણે એમ પણ કહ્યું હતું કે તે તેના માતાપિતાની મરજી સાથે લગ્ન કરશે, જેના ગુસ્સામાં સ્નેહાએ તેની હત્યા કરી હતી.

પોલીસને અપાયેલી અરજીમાં પિતાએ જણાવ્યું હતું કે 27 સપ્ટેમ્બરની રાત્રે અક્ષતને તેમણે 9 વાગ્યે કોલ કર્યો હતો. તે સમયે તે ડરેલો લાગ્યો હતો. પરંતુ, અચાનક જ તેણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો, અને પછી ફોન રિસિવ કર્યો ન હતો.

પીડિતના પિતાના જણાવ્યા મુજબ સ્નેહા ચૌહાણે જ બાદમાં તેના પિતરાઇ ભાઇને કહ્યું હતું કે અક્ષતે આત્મહત્યા કરી છે.

આખા કેસમાં એક કાવતરું રચાયું હોવાનો આક્ષેપ કરતાં અક્ષતના પિતાએ આ કેસની સઘન તપાસની માંગ કરી છે. તો, મુંબઈ પોલીસ આ કેસને આત્મહત્યા ગણાવી રહી છે.

You cannot copy content of this page