Only Gujarat

Gujarat

વડોદરાનો શરમજનક કિસ્સો, ‘મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી અને મને અપશબ્દો બોલીને…’

વડોદરાના વાડી તાઇવાડા વિસ્તારમાં રહેતા એક નરાધમ સસરાએ પોતાની પુત્રવધુ પર નજર બગાડી. પુત્રવધુને એકલી જોઈને સસરા તેની સાથે શારીરિક અડપલાં કરતા હતા. અપશબ્દો બોલીને તેની સાથે મારઝૂડ કરતા હતા. એટલું જ નહીં, દીકરી સમાન પુત્રવધુના અંતઃવસ્ત્રો પર પોતાના કપડાં મુકીને શરમની તમામ હદો વટાવી દીધી હતી. જે અંગે મહિલાએ સાસુને વાત કરી તો વાતનો ઉકેલ આવવાના સ્થાને મામલો ઉગ્ર બન્યો. વાત એટલી વણસી કે, આખરે મહિલાને પોતાના સાસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી.

આ અંગેની વિગત એવી છે કે, વડોદરા શહેરના વાડી તાઇવાડામાં પરિણીતા સલમા (નામ બદલ્યું છે) તેના પતિ વસીમ અબ્દુલ રહીમ જંબુસરવાલા, સસરા અબ્દુલ રહીમ જંબુસરવાલા, સાસુ મરિયમ જંબુસરવાલા અને દિયર સાથે રહેતી હતી. સલમાને તેનાં સાસુ-સસરા અને પતિ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાએ પોલીસને પોતાની આપવીતી જણાવી કે મારા સસરાએ ઘરમાં મને પકડી લીધી અને મને અપશબ્દો બોલીને મારી સાથે ઝઘડો કર્યો હતો

પુત્રવધુએ જણાવ્યું કે, મારા સસરા મારી બ્રા અને સેનિટરી પેડ તેમનાં કપડાં ઉપર મૂકી દેતા હતા. આ વાત જ્યારે મેં મારી સાસુને કહી તો સસરા મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ તમામ હકીકત મારા પતિને જણાવી તો તેઓ પણ કંઇ ધ્યાન આપતા નહોતા. મારા પતિ મને અઠવાડિયામાં એકવાર નાહવા માટે જણાવતા હતા. તેઓ કહેતા કે રોજ નાહવાથી સાબુ અને પાણીનો બગાડ થાય છે. મારા દીકરાને એક રૂપિયો પણ વાપરવા આપતા નહોતા.

પરિણીતાનું માનીએ તો તેના સાસુ-સસરા ત્રાસ આપવામાં કંઈ જ બાકી રાખતા નહોતા. જ્યારે પુત્રવધુ તેના દીકરાને ઉંઘાડતી ત્યારે સાસુ-સસરા પંખો બંધ કરી દેતા, જેથી દીકરો ઊંઘમાંથી ઊઠી જતો. સાસુ-સસરા પુત્રવધુને મહેંણા મારતા હતા કે શું પંખો તારા બાપે આપ્યો છે, તેમ કહીને માનસિક ત્રાસ આપતા હતા. મહિલા જમવાનું બનાવે તો એમાં સાસુ પાણી નાખી દેતા હતા. આ તમામ હકીકત જ્યારે મહિલાએ તેના પતિ અને સસરાને જણાવી ત્યારે તેઓ કહેતા હતા કે હું આ ઘરનો માલિક છું, તારે રહેવું હોય તો રહે, નહીં તો આ ઘરમાંથી નીકળી જા, એમ કહીને પોતાના દીકરાને પણ માર મારતા હતા અને યોગ્ય જમવાનું પણ આપતા નહોતા.

આ મામલે મહિલાએ થોડા સમય પહેલા સલમાએ અભયમમાં ફરિયાદ કરી હતી. તે સમયે સલમાનાએ પતિએ લેખિતમાં બાંહેધારી આપી હતી કે તેનો ભાઇ અને પિતા હવે હેરાન નહીં કરે. પરંતુ થોડા સમય બાદ ફરી કોઇ ને કોઇ બહાને સલમાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. આખરે તેનાથી કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

You cannot copy content of this page