Only Gujarat

FEATURED National

અચાનક જ કૂદકો મારીને ટ્રેક્ટર પર આવી ગયો વાઘ અને વનકર્મીને છૂટી પરસેવો પછી…..

તમે ટ્રેક્ટર પર ઉછળીને વાઘને બેઠતા ફિલ્મોમાં જ જોયો હશે પરંતુ ટાઇગર રિસર્વની માળા રેન્જ નજીક ગામ જરીમાં વાઘે કંઇક એવું જ કર્યું. અહીં વનવિભાગના અધિકારીઓ વાઘને જંગલમાં ખદેડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા કે અચાનક વાઘ ગુસ્સે થયો અને હુમલો કરવાની તૈયારીમાં આવી ગયો. આ દરમિયાન વાઘે ટ્રેક્ટર પર ચઢી વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરી દીધો.

કર્મચારીઓએ જ્યારે સામે હાંકલ-પડકાર કરવાનું શરૂ કર્યું તો વાઘ ટ્રેક્ટરમાંથી ઉતરી ફરી ઝાડીમાં છૂપાઇ ગયો. હાલ સમગ્ર વન વિભાગની ટીમ સૂર્યાસ્ત થવાની રાહ જોઇ રહી છે. કહેવાય છે કે સૂર્યાસ્તના સમયે વાઘને ખદેડવાનો યોગ્ય સમય હોય છે.

માનવભક્ષી વાઘે સવારના સમયે ખેતરે જતા 3 ખેડૂતો પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. આ ખેડૂતોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા.

વાઘની ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા વાઘને પકડીને જંગલમાં મોકલી દેવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનના ઇન્ચાર્જ પીલીભીત ટાઇગર રિજર્વના ડેપ્યુટી ડિરેક્ટર નવીન ખંડેલવાલ ખુદ સંભાળી રહ્યાં હતા. તો જાણ થતા જ ડીએમ વૈભવ શ્રીવાસ્તવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. ત્યાં વનાધિકારી અને કર્મચારીઓ સાથે વાતચીત કરી જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યા.

ઉલ્લેખનીય છે કે એક મહિલા પહેલા જ આ વિસ્તારમાં એક આદમખોર વાઘે પોતાનો આતંક ફેલાવી રાખ્યો હતો. બાદમાં આ વાઘને વન વિભાગે ભારે જહેમત બાદ પકડી લીધો અને કાનપુર પ્રાણીસંગ્રાહલય મોકલી દીધો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page