Only Gujarat

FEATURED International

કોરોના વાયરસની રસીને લઈને સૌથી મોટા સામાચાર, આ તારીખ સુધી આવી શકે છે રસી

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં પાયમાલી સર્જાઇ છે. લાખો લોકોને તેનો ચેપ લાગ્યો છે, જ્યારે છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તેની રસી બનાવવા માટે કુલ 23 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમાંથી કેટલાક ટ્રાયલનાં અંતિમ તબક્કામાં છે. જો કે, આ બધા વચ્ચે રશિયાથી એક સારા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દેશ ટૂંક સમયમાં રસીના ઉપયોગને મંજૂરી આપી શકે છે. ખાનગી મીડિયાના અહેવાલ મુજબ વૈજ્ઞાનિકો 10 ઓગસ્ટ અથવા તે પહેલાં રસીને મંજૂરી આપવા માટે વધુને વધુ કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, રશિયાની આ રસી મોસ્કોની ગમલેય ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ, રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રસીના જાહેર ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે, પરંતુ પહેલા તે ફ્રન્ટલાઈન હેલ્થકેર કર્મચારીઓને અથવા સીધી રીતે કોરોના ચેપગ્રસ્ત લોકોની સેવા આપતા આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે.

જો કે, રશિયાએ સત્તાવાર રીતે રસીના ટ્રાયલ સંબંધિત કોઈપણ માહિતી શેર કરી નથી. આને કારણે, આ રસી કેટલી અસરકારક રહેશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. કેટલાક લોકો માને છે કે, રસી ઝડપથી બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે રાજકીય દબાણ છે, જેથી રશિયાની વૈજ્ઞાનિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકી શકાય છે.

રશિયન રસીનો હજી બીજો તબક્કો પૂર્ણ કરવાનો બાકી છે. વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે, તે 3 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ, ત્રીજા તબક્કાની સુનાવણી શરૂ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ રસી ઝડપથી વિકસાવવામાં આવી,કારણ કે તે અન્ય રોગો સામે લડવા માટે બનાવેલી રસીનું સુધારેલું સંસ્કરણ છે.

રશિયન રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, આ રસી માનવ પરીક્ષણોમાં રશિયન સૈનિકોએ સ્વયંસેવકો તરીકે કામ કર્યુ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રસી બનાવવાની યોજનાના ડિરેક્ટર એલેક્ઝાન્ડર જીન્સબર્ગે જાતે પણ રસી લીધી છે.

અમેરિકન રસીની સ્થિતિ શું છે?
તો આ તરફ અમેરિકા પણ રસી પરીક્ષણના અંતિમ તબક્કામાં છે. તેને મોડર્ના કંપની દ્વારા વિકસિત કરવામાં આવી છે. માત્ર બે દિવસ પહેલા જ 30 હજાર લોકો પર એક પરીક્ષણ શરૂ કરાયું છે. મોડર્ના રસીના પ્રથમ તબક્કાના પરિણામો પોઝીટીવ હતા અને બીજા તબક્કાના ડેટા ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બર સુધીમાં જાહેર થવાની સંભાવના છે.

બ્રિટનની રસી ક્યારે આવશે?
બ્રિટનની ઓક્સફર્ડ કોવિડ રસી ChAdOx1 પણ રસીની દોડમાં સૌથી આગળ છે. વિશ્વના વિવિધ દેશોમાં આ રસીના ટ્રાયલની કામગીરી અલગ-અલગ દેશોમાં ચાલી રહી છે. આ રસી ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફર્ડની આ રસીનાં ભારતમાં માણસો પર પરીક્ષણ માટે સરકારની મંજૂરી માંગી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો બધું બરાબર હશે તો વર્ષના અંત સુધીમાં તે માર્કેટમાં ઉપલબ્ધ થઈ જશે.

રસીની રેસમાં ભારત ક્યાં છે?
ભારતમાં હાલમાં બે રસી પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યા છે, જેમાં આઈસીએમઆર અને ભારત બાયોટેકની રસી ‘કોવાક્સિન’ (Covaxin)પણ શામેલ છે. તેનું દિલ્હી એઇમ્સ, પટણા એઇમ્સ, રોહતક પીજીઆઈ સહિતની અન્ય સંસ્થાઓમાં માનવ ટ્રાયલ શરૂ થઈ ચૂક્યુ છે. તો, ઝાયડસ કેડિલાએ પણ ભારતીય દવાઓના કંટ્રોલર જનરલની પરવાનગી લીધા પછી માનવ પરીક્ષણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page