Only Gujarat

International TOP STORIES

કોરોનાની રસી આવતાં પહેલાં જ લાગી સ્પર્ધા, આ દેશે ફરી ખરીદ્યા 6 કરોડ ડોઝ

કોરોના વાયરસની રસી બનાવવામાં આવે તે પહેલાં, તેને લેવાની સ્પર્ધા ચાલી રહી છે. કોવિડ-19ની રસી બનાવી રહેલી સનોફી (Sanofi)અને જીએસકે (GlaxoSmithKline)કંપની સાથે 60 મિલિયન ડોઝનો કરાર કર્યો છે. કોરોના વાયરસ માટે હજી સુધી કોઈ રસી મંજૂર કરવામાં આવી નથી.

બ્રિટને રસી કરારની શરતો જાહેર કરી નથી. સનોફી અને જીએસકેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જો ક્લિનિકલ ડેટા પોઝીટીવ આવે છે તો તેમની રસીને 2021 ની શરૂઆતમાં રેગ્યુલેટરી મંજૂરી મળશે. સનોફી અને GSKએ તેમની પ્રાયોગિક COVID-19 રસી વેચવા માટે પ્રથમ વખત કોઈ દેશ સાથે સોદો કર્યો છે. જ્યારે, બ્રિટિશ મંત્રીઓએ આ રસી વહેલી તકે સપ્લાય કરવા આગ્રહ કર્યો છે.

બ્રિટનના વેપાર મંત્રી આલોક શર્માએ કહ્યું કે, “એ પણ એક તથ્ય છે કે આ રસીની હજી કોઈ ગેરંટીનથી, પરંતુ અસરકારક રસી શોધવા માટે જરૂરી છે કે આપણે રસી ઉમેદવારને વહેલી તકે મેળવવાનો પ્રયાસ કરીએ.” જણાવી દઈએ કે આ સમયે 20 થી વધુ રસી તેના હ્યુમન ટ્રાયલમાં છે.

બ્રિટને ગયા અઠવાડિયે BioNTech/Pfizerની પ્રાયોગિક રસીના 3 કરોડના ડોઝ પર કરાર કર્યા છે. આ સિવાય બ્રિટને વાલનેવાની રસીના 6 કરોડ ડોઝના સોદાને પણ અંતિમ રૂપ આપ્યું છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં બનાવવામાં આવતી રસીના 100 મિલિયન ડોઝ માટે યુકેએ પહેલાથી એસ્ટ્રાઝેનેકા સાથે કરાર કર્યો છે.

જો કે, સમૃદ્ધ દેશો દ્વારા જે રીતે રસી બનતા પહેલાં જ મોટી માત્રામાં સુરક્ષિત કરવામાં આવી રહી છે, તેનાંથી ગરીબ દેશો માટે ચિંતા વધી છે.

સનોફી અને જીએસકે રસીનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. કંપનીએ કહ્યું કે તેઓ રસીના સપ્લાય માટે યુરોપિયન યુનિયન, ઇટાલી અને ફ્રાન્સ સાથે પણ વાતચીત કરી રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page