Only Gujarat

FEATURED International

આઠ વર્ષની દીકરીના રૂમમાં ગયો બાપ ને પછી રમત રમતમાં પીંખી નાખી માસૂમને

પિતા-પુત્રીનો સંબંધ સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. પરંતુ, પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન આપતા, એક કળયુગી પિતા તેની પોતાની પુત્રી ઉપર ઘણા વર્ષો સુધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. એટલું જ નહીં, પિતાએ તેની બીજી પુત્રી સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા કરી હતી. હવે આ બહાદુર છોકરીએ તેની જીભ ખોલી અને પોતાની આપવિતી આખી દુનિયાને કહી. વિક્ટોરિયામાં #LetUsSpeak અભિયાન શરૂ કરનારી મહિલાએ આખરે તેનું સાચું નામ અને તેણી સાથે દુર્વ્યવહાર કરનાર વ્યક્તિની ઓળખ કરી છે. તેના પિતા સિવાય બીજું કોઈ નહોતું જેણે તેની સાથે આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું.

વિક્ટોરિયાનાં સૌથી ક્રૂર અપરાધીઓમાંથી એક ડેવિડ હોડસનને આખરે તેનાં ગુનાઓની સજા મળી ગઈ હતી. પોતાની પુત્રીઓને વાસનાનો શિકાર બનાવનાર આ દરિંદાની હકીકત આખરે આખી દુનિયા સામે આવી ગઈ.

હોડસનની પુત્રી જૈમે લી પેજે આઠ મહિના પછી પિતા સામે કાનૂની લડત જીતી અને તેની સાથે જે બન્યું તેને જાહેર કર્યું.

જૈમેએ જણાવ્યું હતું કે જ્યારે તેણી 8 વર્ષની હતી, ત્યારે તેના પિતાએ તેની સાથે હેવાનિયતની બધી મર્યાદાઓ વટાવી દીધી હતી. જેમે કહે છે કે તે સમયે હું ખૂબ જ નાની હતી, મને શું થયું તેની ખબર નહોતી.

તે કહે છે કે દરરોજ તેના પિતા તેના રૂમમાં આવતા અને પૂછતા કે શું તું મારી સાથે રમવાનું પસંદ કરીશ? તે કંઇ સમજે તે પહેલાં તેના પિતા તેના પર બળાત્કાર ગુજારતા હતા. તેણે જણાવ્યું હતું કે, તેના પિતાએ તેની સાથે 12 વર્ષની ઉંમરે સતત બળાત્કાર ગુજાર્યો હતો.

આટલું જ નહીં, જ્યારે જૈમે 16 વર્ષની હતી ત્યારે તેને ખબર પડી કે તેની સાવકી બહેન કેરોલ પણ પિતાની વાસનાનો ભોગ બની હતી. 20 વર્ષની ઉંમરે તેણીએ તેના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.

જો કે આ અંગે પિતાને ખબર પડી હતી અને તેણે તેની પુત્રીની ગોળી મારીને હત્યા કરી હતી. જેમાં જૈમે વધારે ડરી ગઈ હતી. ત્યારબાદ પોલીસે જાતીય સતામણીના આરોપોને છોડી દીધા અને હત્યાના કેસમાં હોજસનને 24 વર્ષ જેલ હવાલે કર્યો.

2018માં, તેના પિતા પેરોલ પર બહાર આવ્યા હતા. આ પછી જેમે વિચાર્યું કે, હવે એવો સમય આવી ગયો છે કે તેણે કેરોલની જેમ બહાદુર બનવાનું છે. ત્યારબાદ તે કોર્ટમાં તેની વાર્તા કહે છે અને હવે કેરોલ અને જેમેની સાથે શું થયું તે વિશે આખી દુનિયા જાણે છે.

You cannot copy content of this page