Only Gujarat

International

માતા-દીકરી લાગે એક જેવી, છેતરાઈ જાય છે આ સસરા-જમાઈ

દીકરીને માતાનો પડછાયો કહેવામાં આવે છે. પરંતુ આ પડછાયો સાવ સરખો હોય તો કન્ફ્યૂઝન તો થશે ને. ન્યૂયૉર્ક અને ફ્લોરિડામાં રહેતી મા-દીકરીની જોડી હાલ ચર્ચામાં છે. હોય પણ કેમ નહીં? પોતાના લૂકના કારણે બંને બીજાની સાથે પોતાના પતિને પણ કન્ફ્યૂઝ કરી દે છે. અમે વાત કરી રહ્યા છે 60 વર્ષની ટીવી રિઆલિટી સ્ટાર ડૉન હબશીર અને તેની 30 વર્ષની દીકરી ચેર હબશીરની. ચેરે જણાવ્યું કે તે હૂબહૂ પોતાની માતા જેવી જ દેખાય છે. જેથી બંનેને ઘણી પરેશાની થાય છે. એક બાળકની માતા ચેરના પિતા પણ ક્યારેક દીકરીને પોતાની પત્ની સમજી બેસે છે. બંનેના લૂકમાં એટલી સમાનતા છે કે સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે. કોઈ પણ નથી કહી શકતું કે આમાંથી મા કોણ છે અને દીકરી કોણ. હવે તેમણે પોતાની લાઈફ વિશે લોકોને જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર એક દીકરીએ જણાવ્યું કે કેવી રીતે માતા સાથે ચહેરો મળતો હોવાના કારણે તેને પરેશાન થવું પડી રહ્યું છે. તે પોતાની માતા સાથે એટલી મળતી આવે છે કે એકવાર તેનો પતિ સાસુને પત્ની સમજી બેઠો હતો.

માતા-દીકરીની આ જોડી વચ્ચે 30 વર્ષનો ફેર છે. પરંતુ તેમના ચહેરા પર તે નથી દેખાતો. એટલે જ બધા ગુંચવાઈ જાય છે.

પહેલા જ્યારે ચેરની માતાને તેની બહેન ગણાવવામાં આવતી તો તે પરેશાન થઈ જતી હતી. પરંતુ હવે તેને સારું લાગે છે.

જ્યારે ચેર નાની હતી ત્યારે આવું નહોતું. પરંતુ મોટી થતાની સાથે જ તે હૂબહૂ માતા જેવી દેખાવા લાગી.

બંનેએ એકસાથે ઈન્સ્ટા અકાઉન્ટ બનાવ્યું છે. એક જેવા દેખાવાના કારણે ઘણા ઓછા સમયમાં તેના 75 હજાર ફૉલોઅર્સ બની ચૂક્યા છે.

ડૉન અને ચેરના ચહેરામાં સમાનતા ત્યારે દેખાવા લાગી હતી જ્યારે તે માત્ર 15 વર્ષની હતી.

હવે તો ચેરની પોતાની એક બાળકી છે. જો કે હજી એ સ્પષ્ટ નથી કે તેની દીકરી પણ ચેર જેવી જ દેખાશે કે નહીં.

ડૉન અને ચેરે પોતાના લૂક્સને લઈને એક બૂક પણ લખી છે. બંનેએ રિઆલિટી શો પણ કર્યા છે. જેમાં બંનેએ પોતાની લાઈફ જર્નીને સૌની સામે રાખી.

માતા-દિકરીની આ જોડીને ઘણીવાર લોકો બહેનો પણ માની લે છે. અનેક લોકોને લાગે છે કે તેમની ઉંમરમાં વધુ ફેર નહીં હોય. પરંતુ તેમની ઉંમરમાં 30 વર્ષનો ફેર છે.

બાળપણમાં ડૉન ચેરને મેચિંગ કપડા પહેરાવતી હતી. ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે બંનેના લૂક આટલા એકસરખા થઈ જશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page