Only Gujarat

Bollywood FEATURED

આ જાણીતા ગુજરાતી ડિરેક્ટર્સનો પહેલો પગાર જાણીને લાગશે આંચકો!

મુંબઈઃ સોશિયલ મીડિયામાં ઘણીવાર જુદા-જુદા વિષયો ટ્રેન્ડ થતા હોય છે. આ ટ્રેન્ડમાં સામાન્યથી લઈ ખાસ વ્યક્તિઓ સુધી રસ દર્શાવે છે. હાલ FIRST SALARY ટ્રેન્ડમાં છે આ ટ્રેન્ડ થકી ઘણા લોકો પોતાની પ્રથમ સેલેરી વિશે વાત કરી રહ્યાં છે. આ સાથે જ તેને અન્ય લોકો સમક્ષ જાહેર પણ કરી રહ્યાં છે. આ ઉપરાંત લોકો આ સેલેરી તેમણે કઈ ઉંમરે મેળવી હતી તેનો પણ ખુલાસો કર્યો હતો.

FIRST SALARY ટ્રેન્ડમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પર પોતાની સેલેરી અંગે વાત કરી રહ્યાં છે. સેલેબ્સે સેલેરી, તે સમયની વય અને સેલેરી ક્યાં ખર્ચ કરી તે અંગે જણાવી રહ્યાં છે. બોલિવૂડના દિગ્ગજ અને જાણીતા ડિરેક્ટર અનુભવ સિન્હાએ પોતાને પ્રથમ સેલેરી તરીકે 80 રૂપિયા મળ્યા હોવાનું જણાવ્યું હતું. તે સમયે તેઓ 18 વર્ષના હતા અને તેઓ સ્મોકિંગની ટેવ પાછળ તે પૈસા ખર્ચ કરતા હતા.

અનુભવ સિન્હાએ ટ્વિટર પર લખ્યું કે,‘પ્રથમ સેલેરી-80 રૂપિયા, ઉંમર-18’. ડિરેક્ટરે ટ્વિટમાં જણાવ્યું કે તેઓ સાતમા ધોરણના બાળકોને ટ્યુશન આપતા હતા. તેઓ આ ટ્યુશન પોતાની સ્મોકિંગની ટેવના ખર્ચને પહોંચી વળવા કરાવતા હતા. તે સમયે અનુભવ સિન્હા એન્જિનિયરિંગ કોલેજમાં હતા. આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા ડિરેક્ટર હંસલ મેહતાએ પોતાની પ્રથમ સેલેરી અંગે વાત કરી હતી.

હંસલ મેહતાએ પોતાની ટ્વિટમાં લખ્યું કે,‘પ્રથમ સેલેરી- 450 પ્રતિ મહિનો, ઉંમર-16 વર્ષ’. તેમણે આગળ લખ્યુ કે,‘તેઓ ઈન્ટશોપી કેમ્પસ કોર્નરમાં સેલ્સમેન હતા. જીન્સ અને કેઝ્યુઅલ કપડા વેચતા જેથી તેઓ પોતે જુનિયર કોલેજ માટે કપડા ખરીદી શકે.’ હંસલ મેહતાની આ ટ્વિટ પર જાણીતા ડિરેક્ટર ઉમેશ શુકલાએ પણ પ્રતિક્રિયા આપી પોતાની પ્રથમ સેલેરી વિશે જણાવ્યું હતું.

વેબ સીરિઝ મોદી બનાવનાર ડિરેક્ટર ઉમેશ શુકલાને સેલેરી તરીકે એક શોના 35 રૂપિયા મળતા હતા. તેઓ ડિરેક્ટર મહેન્દ્ર જોશીના અંડરમાં કામ કરતા હતા. તેમણે ટ્વિટમાં લખ્યું કે,‘પ્રથમ સેલેરી- 35 રૂપિયા પ્રતિ શો, ડિરેક્ટર મહેન્દ્ર જોશીના નેતૃત્ત્વમાં બેકસ્ટેજ કામ કરતો. 400 રૂપિયા સેલ્સમેન તરીકે કમાતો.’ આ ડિરેક્ટર્સ ઉપરાંત ઘણા સેલેબ્સે પોતાની પ્રથમ સેલેરી વિશે ટ્વિટર પર જણાવ્યું હતું.

You cannot copy content of this page