Only Gujarat

FEATURED National

‘શક્તિશાળી’ કારમાં બેસીને લાલ કિલ્લા પર આવ્યા હતા PM મોદી, જાણો કારની ખૂબી

ભારતને સ્વતંત્ર થયાને 73 વર્ષ વીતી ગયા છે. એવામાં આજે દેશભરમાં 74મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસ (Independence Day 2020)ના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી સમગ્ર દેશને સંબોધન કર્યું હતું. જો કે, આ વખતે કોરોના વાયરસ રોગચાળાને કારણે બાળકોને બોલાવાયા નહીં, જેની કમી પ્રધાનમંત્રીને પણ ખલી હતી. જયારે, કોવિડ -19 ને કારણે મહેમાનોની સંખ્યા પણ ખૂબ મર્યાદિત હતી.

પરંતુ આ બધા વચ્ચે, આ ઐતિહાસિક કાર્યક્રમે ઘણી બધી રીતે ચર્ચામાં રહી રહ્યો હતો. આમાં વડા પ્રધાનનું ભાષણ, લાલ કિલ્લાની સજાવટ અને Range Rover Sentinelથી પીએમ મોદીની ભવ્ય એન્ટ્રી શામેલ છે. પીએમ મોદીની Range Rover Sentinel સુરક્ષા અને પર્ફોર્મેન્સની દ્રષ્ટિએ વિશ્વની શ્રેષ્ઠ કારોમાંની એક છે. આજે અમે તમને આ કારની સુવિધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો એક નજર કરીએ…..

પીએમ મોદીની Range Rover Sentinel દુનિયાની સૌથી સુરક્ષિત કારોમાંથી એક છે. તે એક આર્મ્ડ કાર છે. જેની ઉપર ગોળીઓ અને બોમ્બની અસર તથી નથી. આ કારનાં સેફ્ટી ફિચર્સનો તમને અંદાજો એ વાત પરથી લગાવી શકો છોકે, આ કાર IED બ્લાસ્ટ સુધીને પણ ખમી શકે છે.

જ્યારે તેના ટાયર ડેમેજ થવા પર પણ 100 કિમી સુધી ચાલી શકે છે. આ કાર મુશ્કેલથી મુશ્કેલ રસ્તાઓ જેવા કે પાણી, કીચડ અને પથ્થરોની વચ્ચે સરળતાથી ચાલી શકે છે. આ કાર કેમિકલ અને ગેસ એટેકને પણ સહન કરી શકે છે.

પર્ફોર્મેન્સની વાત કરીએ તો Range Rover Sentinel દુનિયાની સૌથી શક્તિશાળી એન્જીન ધરાવતી કારોમાંથી એક છે. તેમાં Jaguar સોર્સ્ડ 5.0 લીટર,સુપરચાર્જ્ડ V8 એન્જીન આપવામાં આવ્યુ છે. તેનું એન્જીન 375bhpનું મેક્સિમમ પાવર અને 508Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે.

Range Rover Sentinel ફક્ત 5.3 સેકન્ડ્સમાં કલાકદીઠ 100 કિમીની ગતિ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ કલાકદીઠ 218 કિમીની છે.

Range Rover Sentinelમાં પૅનારોમિક સનરૂફ આપાવામાં આવ્યુ છે. જેનો ઉપયોગ રોડ-શો દરમ્યાન થાય છે. આ કારણ છેકે, પ્રધાનમંત્રી ઘણીવાર રોડ શો દરમિયાન આ કારમાં દેખાય છે. તેના સિવાય મુશ્કેલ સમયમાં આ કાર તેના દુશ્મનો ઉપર કહેર બનીને પડી શકે છે. તેમાં ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે. પરંતુ PMની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેના ફિચર્સને સાર્વજનિક કરાયા નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page