Only Gujarat

FEATURED National

પૂરનું પાણી પણ ના ડગમગાવી શક્યું પોલીસના જુસ્સાને, તમે પણ મારશો સલામ

રાષ્ટ્રીય પ્રેમ એ કોઈપણ સમાજ અથવા સંગઠન માટે એટલો જ જરૂરી છે જેટલું કે પોતાનું આત્મ-સન્માન હોય છે. ઉત્તર પ્રદેશ પોલીસે રાષ્ટ્રીય પ્રેમનું એક અતુલ્ય ઉદાહરણ રજૂ કર્યુ છે. યુપીના બહરાઇચ જિલ્લાના પોલિસનાં જુસ્સાને પુરના પાણી પણ ડગમગાવી શક્યા ન હતા. અને પોલીસની ટીમે ઘુંટણ સમા પાણીમાં ઉભા રહીને દેશનાં 74માં સ્વતંત્રતા દિવસનાં અવસર પર ત્રિરંગાને સલામી આપી હતી.

બહરાઈચ જીલ્લાનાં બોંડી વિસ્તારમાં પુરનાં પાણીમાં ઉભા રહીને પોલીસક્રમીઓએ રાષ્ટ્રગીત ગાતા ઝંડો લહેરાવ્યો હતો. આ દિવસો ભારે વરસાદને કારણે બહરાઇચમાં નદીઓ ગાંડીતૂર થઈ છે. બહરાઇચના બોંડી પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ચારેય તરફ પાણી જ પાણી દેખાય છે.

આ હોવા છતાં આ પોલીસ સ્ટેશનમાં તૈનાત તમામ પોલીસકર્મીઓ તેમની બધી જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. બહરાઇચના બોંડી પોલીસ સ્ટેશનમાં 20-25 જવાનોએ ભયંકર પુરમાં દેશભક્તિ અને જુસ્સાને દર્શાવતા ત્રિરંગો લહેરાવી પોલીસ સ્ટેશનના સંકુલમાં સલામી આપી હતી. અહીં ઘૂંટણસમા ભરાયેલા પૂરના પાણીની વચ્ચે પ્રભારી ઇન્સ્પેક્ટર સુભાષચંદ્ર સિંઘની અધ્યક્ષતામાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આ હતો. ત્યારબાદ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી.

બોડી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ સુભાષચંદ્ર સિંહે જણાવ્યુકે, ઘાઘરા નદીના પુરને કારણે પોલિસસ્ટેશનનાં પરિસરમાં બે ફૂટ પાણી ભરાયું છે. તેમ છતાં તેનાં સમસ્ત પોલીસકર્મીઓએ સ્વતંત્રતા દિવસનાં પર્વ ઉપર પુરા સન્માનની સાથે ત્રિરંગો લહેરાવ્યો હતો. ત્રિરંગાની શાન માટે લાખો સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓએ તેમના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે જઈને આપણને આઝાદીનો આ સમય મળ્યો છે.

એવાંમાં ત્રિરંગાની આન બાન શાનની જવાબદારી આપણા બધાની પાસે છે. મહિલા પોલીસ અર્ચના યાદવે મીડિયાને કહ્યું હતું કે ઘૂંટણ સુધી પાણી હતું. જો ગળા સુધી પાણી હોત તો પણ અમે ત્રિરંગાનાં સન્માન માટે જીવની ચિંતા કર્યા વગર ધ્વજારોહણ કરતા.

મહિલા કોન્સ્ટેબલ સોનીએ કહ્યું કે સિયાચીન ઉપર માઈનસ ડિગ્રી સેલ્સિયસ પર પણ અમારા સૈનિકો ત્રિરંગો લહેરાવી સલામી આપે છે. દેશની સરહદ પરના આપણા સૈનિકો ત્રિરંગાનું સન્માન કરવા માટે પોતાનો જીવ ગુમાવે છે. અમને તેમની પાસેથી પ્રેરણા મળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page