Only Gujarat

FEATURED International

આ છે વિશ્વની મોંઘમાં મોંઘી એવી વસ્તુ કે 1 ગ્રામનો ભાવ સાંભળીને આંખો પહોળી નહીં પણ ફાટી જશે!

ન્યૂયોર્કઃ આજે સોના-ચાંદીની કિંમતો સતત આસમાને છે. દરેક લોકો મોંઘવારીના કારણે ચિંતિત છે. સોના અને હીરાની કિંમત અંગે તો લોકો જાણતા હશે. પરંતુ શું તમને એક એવી વસ્તુની કિંમત ખબર છે જેની 1 ગ્રામની કિંમતમાં તમે 100 નાના દેશ ખરીદી શકો છો. આ ઉપરાંત આ કિંમતમાં તમે પાકિસ્તાન જેવા 2 દેશ સરળતાથી ખરીદી શકો છો. આ વસ્તુ છે એન્ટીમૈટર. તમે વિચારતા હશો કે આ વસ્તુ આટલી મોંઘી કેવી રીતે થઈ ગઈ. અમે અહીં જણાવી રહ્યાં છીએ તેનું કારણ.

આજે લોકોના સોનુ અને હીરા ખરીદવામાં જ મુશ્કેલી થાય છે. પરંતુ વિશ્વની આ એક એવી વસ્તુને ખરીદવી વિશ્વના ભલભલા ધનિકોની પહોંચની બહાર છે. જેની 1 ગ્રામની કિંમતે 100 દેશ ખરીદી શકાય તેવા એન્ટીમેટરને વિશ્વની સૌથી મોંઘીદાટ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે.

તેને પ્રતિપદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ઘણાં પ્રતિકણોને મિક્સ કરી બનાવવામાં આવે છે. એન્ટીમેટરને પાજિસ્ટ્રોન, પ્રતિ-પ્રૉટોન, પ્રતિ-ન્યૂટ્રૉનમાંથી બનાવવામાં આવે છે. તે પ્રતિ-પ્રૉટોન અને પ્રતિ ન્યૂટ્રૉન પ્રતિ ક્વાર્કોમાં બનેલા હોય છે. એન્ટિમેટરના 1 ગ્રામની કિંમતે ખરીદી શકો છો પાકિસ્તાન જેવા 2 દેશ.

એક અહેવાલ અનુસાર, એન્ટીમેટરના એક ગ્રામની કિંમત 31 લાખ 25 હજાર કરોડ રૂપિયા છે. તે આટલું મોંઘુ શા માટે છે તે અંગેનો જવાબ નાસાએ આપ્યો હતો. તેને બનાવવા પાછળનો ખર્ચ પણ ઘણો વધારે છે, તેથી જ એન્ટીમેટરની કિંમત વધુ રહે તે સ્વભાવિક છે.

એક અહેવાલ અનુસાર, 1 મિલીગ્રામ એન્ટીમેટર બનાવવામાં 160 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ સાથે જ કિંમતી હોવાને કારણે તેની સુરક્ષા પાછળ પણ ખર્ચ કરવો પડે છે. તેને નાસા જેવા સંસ્થાનોમાં રાખવામા આવે છે જ્યાં પહોંચવા માટે ઘણા સિક્યોરિટી લેયરમાંથી પસાર થવું પડે છે. માત્ર અમુક લોકો જ એન્ટીમેટર સુધી પહોંચી શકતા હોય છે.

You cannot copy content of this page