Only Gujarat

International

20 વર્ષની દીકરીના બૉયફ્રેન્ડ સાથે જ રિલેશનશિપમાં રહેવા લાગ્યા પિતા, જુઓ તસવીરો

બ્રિટેનમાં એક ગે પિતા પોતાની જ દીકરીના એક્સ બૉયફ્રેન્ડ પર દિલ હારી બેઠા. પિતા પોતાની દીકરી અને બૉયફ્રેન્ડ સાથે રજા ગાળવા ગયા હતા. અને ત્યારે તેણે પોતાની દીકરીના બૉયફ્રેન્ડને જ પ્રપોઝ કરી દીધું. 50 વર્ષા ડૂઈટ બૈરલો બ્રિટેનમાં આધિકારીક રીતે રજિસ્ટર્ડ ગે પિતા છે. મેનચેસ્ટરમાં રહેતા બેરી હાલમાં પોતાના બાયસેક્સ્યુઅલ આસિસ્ટન્ટ સ્કૉટ હચિંસન (25)ની સાથે રિલેશનશિપમાં આવ્યા છે. સ્કૉટ કેટલાક મહિલા પહેલા બેરીની 20 વર્ષની દીકરીને ડેટ કરી રહ્યા હતા.

ગયા અઠવાડિયે બેરીએ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે હવે તે સ્કૉટ સાથે રિલેશનશિપમાં છે. દીકરી અને તેના એક્સ બૉયફ્રેન્ડ સાથે રજા દરમિયાન પોતાના પ્રપોઝલનો એક વીડિયો પણ તેમણે પોસ્ટ કર્યો છે. આ વીડિયો ક્રોએશિયાના એક ટાપુની પાસે મોટર યૉટમાં બનાવવામાં આવ્યો છે. બેરીએ સ્કૉટને પ્રપોઝ કરતા પહેલા બોટને મીણબતી અને ગુલાબની પાંખડીઓથી સજાવી અને આ ક્ષણને શેમ્પેઈન સાથે સેલિબ્રેટ કરી.

જે બાદ બેરી સ્કૉટને એક ડાયમંડની રિંગ ગિફ્ટ કરી વીડિયોમાં પ્રપોઝ કરતા નજર આવે છે. તેમની દીકરીનું કહેવું છે કે તેને પોતાના એક્સ બૉયફ્રેન્ડ અને પિતાના સંબંધોથી કાંઈ વાંધો નથી, કારણ કે બંને સાથે ખુશ છે. બેરીના પ્રપોઝને અત્યાર સુધીમાં અનેક લોકો જોઈ ચુક્યા છે અને લાઈક કરી ચુક્યા છે. બેરી અને સ્કૉટને પરફેક્ટ કપલ ગણાવીને તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. બેરીએ સોશિયલ મીડિયા પર સ્કૉટની તેની દીકરી સાથેની કેટલીક તસવીરો શેર કરતા કહ્યું કે, તેની દીકરી જ તેના માટે બધુ છે.

જણાવી દઈએ કે બેરી અને તેમના પહેલા પાર્ટનર ટોની (55) વર્ષ 1999માં પણ સમાચારોમાં આવ્યા હતા, જ્યારે આ ગે કપલ આધિકારીક રીતે માતા-પિતા તરીકે રજિસ્ટર થયા હતા. તેમણે સરોગેસીના માધ્યથી બે જોડિયા બાળકીઓ એસ્પેન અને સેફરૉનને જન્મ આપ્યો હતો. બેરીનું કહેવું છે કે ટોની હજુ પણ તેમનો સાચો પ્રેમ છે. પરંતુ તેમના 32 વર્ષના સંબંધો હવે ખતમ થઈ ચુક્યા છે.

વર્ષ 2008માં ટોનીને કેન્સર થઈ જતા બંનેના સંબંધો ધીમે-ધીમે ખતમ થઈ ગયા. વર્ષ 2018માં ટોની જ્યારે હૉસ્પિટલમાં હતા ત્યારે બેરીને સહારાની જરૂર હતી. તે સમયે તેમના પર્સનલ આસિસ્ટન્ટ સ્કૉટ તેમની સાથે જોડાયા. હવે બેરી અને સ્કૉટ સરોગસનીથી ઑક્ટોબરમાં એક બાળક પ્લાન કરી રહ્યા છે.

 

You cannot copy content of this page