Only Gujarat

FEATURED National

NGOમાં કામ અપાવવાના બહાને કલેક્ટર મહિલાને રેસ્ટ રૂમમાં લઈ જતાં પછી તેની સાથે…..

જાંહગીર-ચાંપાના કલેક્ટર જનલ પાઠક પર એક મહિલાએ ચોંકાવનારા આરોપ મૂકતાં તંત્ર દોડતું થઈ ગયું છે. મહિલાએ આ આઈએએસ પર ઘણીવાર શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. મહિલાએ પોલીસને અશ્લીલ ફોટોઝ, મેસેજ અને વાતચીતનું વીડિયો રેકોર્ડિંગ સોંપ્યું છે. મહિલાએ જણાવ્યું કે, પાઠકે એનજીઓ પ્રોજેક્ટ અપાવવાના બહાને ચેંબરમાં શારીરિક શોષણ કર્યું. ત્યારબાદ પાઠક સાથે તેની વાતચીત થવા લાગી. મહિલાએ જણાવ્યું કે, તે એક સમસ્યા લઈને પાઠકને મળી હતી. ત્યારે જાંહગીર-ચાંપામાં તેઓ કલેક્ટર હતા. ત્યારબાદથી પાઠક સાથે તેની વાતચીત થવા લાગી. પાઠકે તેને એનજીઓમાં કામ અપાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ 15 મેએ કલેક્ટોરેટમાં પાઠકે પોતાની ચેમ્બરના રેસ્ટ રૂમમાં મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા.

મહિલાનો આરોપ છે કે, પાઠકે તેની સાથે ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યા. પરંતુ દોઢ મહિના બાદ પણ કોઇ કામ ન મળતાં તેને પાઠકની ચાલાકી સમજાઓ. ત્યારબાદ મહિલાએ બાબતની ફરિયાદ ઓફિસરો મરફતે સરકાર સુધી પહોંચાડી. મહિલાએ પુરાવામાં અશ્લીલ મેસેજ, વાતચીતનો વીડિયો રેકોર્ડિંગ અને ફોટોઝ આપ્યા છે.

ફરિયાદ બાદ હાલના જાંહગીર-ચાંપા કલેક્ટર યશવંત કુમારે એસપી પારૂલ માથુરને આ કેસની તપાસ સાંપી છે, એડિશનલ એસપી મધિલિકા સિંહ ઘટનાની તપાસ કરી રહી છે. જનક પાઠક વિરૂદ્ધ વિવિધ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, 2007 બેચના આઈએએએસ જનલ પાઠક જૂન 2019 માં જાંહગીર-ચાંપા કલેક્ટર તરીકે હતા. થોડા દિવસ પહેલાં જ તેમની બદલી થઈ છે. 28 મેએ યશવંત કુમાર અહીં કલેક્ટર બન્યા છે. પાઠકને મંત્રાલયમાં જમીન-માપણી વિભાગમાં મોકલવામાં આવ્યા છે.

આ કેસને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ગંભીરતાથી લીધો છે. તેમણે મુખ્ય સચિવને આ બાબતે તપાસ કરવા કહ્યું છે. તો કહેવાઇ રહ્યું છે કે, પાઠક એફઆઈઆર રદ કરાવવા હાઈકોર્ટ જવાની તૈયારીમાં છે.

You cannot copy content of this page