Only Gujarat

National

ગફલતમાં ન રહે માતા-પિતા, શ્વાસ નળીમાં મગફળીનું ફોતરું ફસાતા તડપવા લાગ્યો દીકરો અને…

જો તમારા ઘરેમાં નાના બાળકો છે તો સાવધાન થઈ જવાની જરૂર છે. હરિયાળાના ફરીદાબાદમાં માતા-પિતાની એક ભૂલને કારણે તેમનું બાળક હોસ્પિટલ પહોંચી ગયો હતો. મગફળી ખાતી વખતે આ બે વર્ષના બાળકને શ્વાસ નળીમાં છાલ ફસાઈ ગઈ હતી. જેનાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાળકની હાલત બગડી તો ત્રણ દિવસ બાદ પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતાં. જ્યાં બ્રોંકોસ્કોપીથી ડોક્ટરે લગભગ અડધા કલાક સુધી સારવાર કરીને છાલને શ્વાસ નળીમાંથી બહાર કાઢી હતી.


હોસ્પિટલના જાણીતા ડો.અપર્ણા મહાજને જણાવ્યું હતું કે, બાળકો માતા-પિતા સમજી રહ્યા હતાં કે ગળામાં મગફળીનો ટૂકડો ફસાઈ ગયો હશે જે પેટમાં જતો રહેશે. પરંતુ બાળક બહુ મુશ્કેલીનો સામનો કરતું હતું. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી તો ત્રણ દિવસ બાદ પરિવાર બાળકને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો.


શ્વાસ નળીની તપાસ માટે મેડિકલ ટીમે છાતીના ભાગનો એક્સરે લીધો ત્યાર બાદ રિજિડ પીડિયાટ્રિક બ્રોંકોસ્કોપીની મદદથી ગળામાં તપાસ કરવામાં આવી તો જોવા મળ્યું કે મગફળીની છાલના ટૂકડાં જોવા મળ્યાં હતાં. જેના કારણે શ્વાસ નળીમાં સોજો આવી ગયો હતો અને ફેફસા સુધી તકલીફ પડી રહી હતી. હવે બાળકની હાલતમાં સુધારો આવ્યો છે.


ડો. અપર્ણાએ જણાવ્યું કે રિજિટ પીડિયાટ્રિક બ્રોંકોસ્કોપીમાં શ્વાસ નળીમાં નાના-નાના ટૂકડાં પણ કાઢવામાં આવે છે. આવી ઘટના હોવા પર લાપરવાહી કરવી જોઈએ નહીં. બાળકોની શ્વાસ નળી નાની હોય છે અને તેમાં કોઈ વસ્તુ ફસાઈ જવાથી બહુ જ તકલીફ થાય છે. આ માટે તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ. નાના બાળકોને ડ્રાયફ્રૂટ્સ અને મગફળી સહિતની વસ્તુઓ ના આપો, કારણ કે એ બધી વસ્તુઓ બાળકોના ગળામાં ફસાઈ જાય છે. કોઈ પણ વસ્તુ બાળકની શ્વાસ નળીમાં જતી રહે તો તેને ઉધરસ ખાવાનું કહો અને તેની પીઠ પર થપથપાઓ. ગળાના ભાગે નમાયેલો રાખો. બાળકને કંઈ ખાવા-પીવા ના આપો.


વધતી ઉંમરના બાળકોની સામે કોઈ વસ્તુ મુકો નહીં. ખાસ કરીને દવા, સિક્કા અને સોય જેવી વસ્તુઓ. આ વસ્તુઓને બાળકો સરળથી મોંઢામાં નાખતા હોય છે. તમારા બાળકો આવી કોઈ વસ્તુ અથવા રમકડાંના સેલ મોંઢામાં નાખે છે તો તાત્કાલિક ડોક્ટર પાસે જતાં રહો. કારણ કે સેલ આંતરડામાં ફાટી જાય તો ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. આ સ્થિતિમાં કોઈ ઘરેલુ ઉપાચાર ન કરો. બાળકોને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જાઓ.

You cannot copy content of this page