Only Gujarat

FEATURED National

અહીં લોકો થાળીમાં પોતાનું લોહી લઈને પહોંચ્યા, કારણ જાણશો તો થશે આશ્ચર્ય

સમગ્ર દેશમાં હાલ લોકડાઉન લાગુ છે જેના કારણે લોકોના ધંધા-વેપાર છીનવાઇ ગયા છે અને વેપાર ઉદ્યોગ પણ બંધ હોવાને કારણે આર્થિક તંગી જેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન રાજસ્થાનમાં વીજળીનું બીલ ભરવા માટે જનતાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં આ પ્રકારના જોહુકમી નિર્ણયના વિરોધમાં લોકોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અહીં લોકો થાળીમાં લોહી લઇને નિગમની ઓફિસે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે વીજ નિગમે 31 મે બાદથી 2 ટકા પેનલ્ટી લગાવવા તથા ક્નેક્શન કાપવાનું શરૂ કર્યું છે. ત્યારબાદ રાજ્યમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ અજીબો ગરીબ ઘટના ભીલવાડામાં જોવા મળી હતી. અહીં ગુરુવાર 4 તારીખે વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ સિક્યોર મીટર્સ ઓફિસ પર એક અનોખું વિરોધ પ્રદર્શન કરી વીજ કંપનીમાં હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરવા આવેલા વિદ્યાર્થીઓ પોત-પોતાનું લોહી થાળીમાં ભરી પહોંચ્યા હતા. તેઓએ અધિકારીઓને કહ્યું કે લો આને પી લો, જો લોહી જ પીવું હોય તો આ લ્યો અમારું પી લ્યો.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કોરોના કર્ફ્યુ દરમિયાન બંધ દુકાનોને પણ સિક્યોર મીટર્સ કંપનીએ વીજનું બીલ જૂના બીલના હિસાબે કાઢી મોકલ્યું છે. જ્યારે વેપારી પોતાનો વેપાર બંધ રાખ્યો હતો તો એવામાં તેઓ દસ-દશ હજાર રૂપિયાનું બીલ કેવી રીતે ભરી શકશે.

તો એબીવીપી કાર્યકર્તાઓનું કહેવું છે કે જ્યારે લોહી જ પીવું હોય તો પથી અપ્રત્યક્ષ કેમ ? અમે પ્રત્યક્ષ જ લોહી લઇને તમારા માટે લઇને આવ્યા છીએ. જો કે ઘટનાની જાણકારી મળતા જ પ્રતાપનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મામલાને શાંત પાડ્યો હતો.

એબીવીપી વિભાગના સંહસંયોજક શંકર ગુર્જરે કહ્યું કે હજુ પણ સિક્યોર કંપની બીલમાં છૂટ નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

You cannot copy content of this page