Only Gujarat

Bollywood

બેગમ કરીના છે બીજી વખત પ્રેગ્નન્ટ, ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નન્સીનો ગજબનો ગ્લો

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી કરીનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તાજેતરમાં જ તેમની બીજી પ્રેગ્નન્સીના ન્યૂઝ આપ્યા હતા. આ સમાચાર વહેતા થતાં તેમને મોટી સંખ્યામાં ચાહકો શુભકામના પાઠવી રહ્યાં છે. કરીના કપૂર માર્ચ, 2021માં બીજા બાળકને જન્મ આપશે.

કરીનાએ તેમના પ્રેગ્નન્સીના ન્યૂઝ બાદ હવે સોશિયલ મીડિયા પર તેમની સેલ્ફી પણ પોસ્ટ કરી છે. જેને લઇને ફેન્સ તેમના ચહેરાના ગ્લોને લઇને વાતો કરી રહ્યાં છે. આ સાથે શૂટિંગ સેટ પર કરીનાની યલો ડ્રેસમાં પણ એક તસવીર સામે આવી છે. કરીનાએ આ સમયે ખૂબ જ લૂઝ ડ્રેસ પહેર્યો હતો.

કરીના કપૂરના પિતાએ પણ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, તેઓ આ સમાચારથી બહુ જ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા બે બાળકો તો હોવા જોઇએ.

આ પહેલા બુધવારે (12 ઓગસ્ટ) કરીના અને તેના પતિ સૈફે ખુશખબર આપતા જણાવ્યું હતું કે તેમના પરિવારમાં એક નવા સભ્યના આગમનની આશા સેવી રહ્યાં છે.

બંને બુધવારે (12 ઓગસ્ટ) બપોરે ખુશ ખબર આપતા જણાવ્યું હતું કે, “અમને આ વાત કહેતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે, અમે અમારા પરિવારમાં એક નવા સભ્યના આગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છીએ. અમારા દરેક શુભચિંતકને પ્રેમ અને શુભેચ્છા આપવા માટે તેમનો ધન્યવાદ”

કરીના હાલ કોરોનાકાળમાં તેમનો મોટાભાગનો સમય ઘરે સૈફ અને તૈમૂર સાથે મોજ મસ્તીમાં વિતાવી રહી છે.

You cannot copy content of this page