Only Gujarat

Bollywood FEATURED

રિયલ લાઈફમાં 13 વર્ષની દીકરીની માતા છે ‘અંગૂરી ભાભી’, ક્યારે શરૂ કર્યું હતું એક્ટિંગ કરિયર

મુંબઇઃ ટીવી સીરિયલ ‘ભાબીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીની ભૂમિકાથી ફેમસ થયેલી શુભાંગી અત્રે 39 વર્ષની થઇ ગઇ છે. 11 એપ્રિલ 1981માં જન્મેલી શુભાંગીનું પિયર ભોપાલમાં છે અને સાસરિયું ઇન્દોરમાં છે. શુભાંગીના પિતા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટેડ હતા. નોકરી દરમિયાન થયેલા ટ્રાન્સફરના કારણે તે ઇન્દોરના આસપાસના અનેક વિસ્તારોમાં રહી છે. શુભાંગીનો અભ્યાસ ઇન્દોરના હોલકર સાયન્સ કોલેજમા કર્યો. શુભાંગીના કરિયરની શરૂઆત 2007માં સીરિયલ કસૌટી કી જિંદગીથી કરી હતી. જેમાં તેણે પલછિન વર્માનો રોલ પ્લે કર્યો હતો.

એમબીએનો અભ્યાસ કરી ચૂકેલી શુભાંગીએ બિઝનેસમેન પિયૂષ પુરે સાથે લગ્ન કર્યા હતા. કપલને 13 વર્ષની દીકરી છે. જેનું નામ આશી છે. લગ્ન બાદ પતિ પિયૂષ પૂરે પોતાના બિઝનેસને કારણે ઇન્દોરમાં શિફ્ટ થઇ ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા.

શુભાંગીને બાળપણની જ એક્ટિગ અને ડાન્સનો શોખ હતો. તેણે કથ્થક શીખ્યું છે અને પોતાના ડાન્સના કારણે તે કોલેજમાં તમામની ફેવરિટ હતી. શુભાંગીને કુકિંગ અને ટ્રાવેલિગનો શોખ છે.

શુભાંગીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે, મારી દીકરી આશી જ મારી સૌથી મોટી ક્રિટિક છે. તે મારી તમામ સીરિયલ જોવે છે અને મને સલાહ આપે છે.

શુભાંગી ‘ભાબીજી…’થી અગાઉ ‘દો હંસો કા જોડા’, ‘કસ્તૂરી’, અને ‘ચિડિયા ઘર’ જેવી ટીવી સીરિયલ્સમાં એક્ટિંગ કરી ચૂકી છે.

જ્યારે એ સંયોગ છે કે શુભાંગીએ શિલ્પા શિંદેને બીજી કોઇ સીરિયલમાં રિપ્લેસ કરી છે. આ અગાઉ તેણે ચિડિયા ઘરમાં કોયલની ભૂમિકામાં શિલ્પાનું સ્થાન લીધું હતું.

ભાબીજીની ભૂમિકા માટે શુભાંગીએ પોતાનું વચન 4 કિલો વધાર્યું હતું. વાસ્તવમાં જ્યારે શિલ્પા શિંદેએ ‘ભાબીજી ઘર પર હૈ’ શો છોડ્યો ત્યારે આ શો શુભાંગીને ઓફર કરાયો હતો.

આ દરમિયાન શુભાંગી ખૂબ પાતળી હતી. પરંતુ શોની ડિમાન્ડ હતી તે થોડી મોટી દેખાય. આ માટે શુભાંગીએ 4 કિલો વજન વધાર્યુ હતું.

દીકરી આશી સાથે શુભાંગી અત્રે

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page